અસારવા અમદાવાદ માં શનિદેવ જયંતિની ઉજવણી

0
52આજરોજ તારીખ 10 જુન ના રોજ અસારવા અમદાવાદ ખાતે આવેલ શ્રી ઈચ્છાપૂર્ણ શનિદેવ મંદિર માં શનિદેવના જન્મ જયંતી નિમિત્તે ભગવાનને શણગાર તથા ભોગ ધરાવવામાં આવેલ હતો અને ત્યારબાદ હવન કર્યો હતો અને રાત્રે સાત કલાકે મહા આરતી તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું ત્યાં મંદિરના પૂજારી પ્રકાશભાઈ શર્માએ આરતી ઉતારી હતી અને ભાવિક ભક્તો પણ હાજર રહ્યા હતા અને કહેવાય છે કે શનિદેવ સૂર્ય અને છાયાના પુત્ર છે અને જે એવું કર્મ કરે છે એ પ્રમાણે તેમને ફળ મળે છે અને એમને ન્યાયના દેવતા તરીકે પણ પુરા જગતની અંદર પૂજવામાં આવે છે. શ્રી ઈચ્છા પૂર્ણ શનિદેવ હોઈ તો તેઓ દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે. શનિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે.
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here