જાણો વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ ક્યો વાયરસ કોરોના સંક્રમિત કરી શકે

0
53દિલ્હી એમ્સ અને નેશનલ ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરના સ્ટડીમાં મોટો દાવો

ડેલ્ટા વાયરસ સિંગલ કે ડબલ ડોઝ લેનાર લોકોને પણ સંક્રમિત કરી શકે છે. જોકે રાહતની વાત એ છએ કે મોટાભાગના લોકોમાં ફક્ત ભારે તાવ જેવા લક્ષણો જોવા મળ્યાં છે. કોઈએ ગંભીર બીમારી થઈ નથી. એમ્સ અને એનસીડીસીના સ્ટડીનો દાવો છે કે કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન પછી પણ કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ લોકોને સંક્રમિત કરી શકે છે.

આલ્ફા વેરિયન્ટની તુલનામાં ડેલ્ટા વેરિયન્ટ 40 થી 50 ટકા વધારે સંક્રમક છે.એમ્સ આઈજીઆઈબી ઈન્સ્ટીટ્યુટ ઓફ જિનોમિક્સ  એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીનો સ્ટડી 63 રોગીઓના વિશ્લેષણ પર આધારિત હતો જેમણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પાંચથી સાત દિવસ સુધી ખૂબ તાવની ફરિયાદ કરી હતી. આ 63 લોકોમાંથી 53 ને કોવેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અને બાકીનાને કોવિશિલ્ડનો ઓછામાં ઓછી એક ડોઝ અપાયો હતો.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here