આઝાદી બાદ પ્રથમવાર કુંવરપરા ગામને જોડતો ડામર રોડ બનતા ગ્રામજનો મા આનંદની લાગણી

0
28







આઝાદી બાદ પ્રથમવાર કુંવરપરા ગામને જોડતો ડામર રોડ બનતા ગ્રામજનો મા આનંદની લાગણી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગામના સરપંચ અને સરપંચ પરિષદ ગુજરાત દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગ્રામ પંચાયતને 70 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે એ પહેલા અમારા ગામમા સારા રસ્તા ન હતા, ગામનો વિકાસ થયો ન હતો જેમાં ખાસ કરીને ચોમાસામાં રસ્તો ધોવાઈ જતા કાચો રસ્તો હોવાથી અમારા ગામના લોકોને અને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી જ્યારે કોઈ બીમાર દર્દી હોય તો તેમને કુંવરપુરા જૂના ગામમાં 108 પણ જઈ શકે એવી પરિસ્થિતિ ન હતી જેથી કરીને ગામનો સંપર્ક તૂટી જતો હતો. ખાસ કરીને બીમાર દર્દીઓ અને ઇમરજન્સી સેવા માટે 108 ગામમા આવી શકે તેમ ન હતું,હવે નવો રસ્તો બનતા ગામજનો ને યોગ્ય આરોગ્યની સુવિધા મળતી થશે

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કુંવરપરા ને ગ્રામ પંચાયત નો દરજ્જો મળ્યો અને દિવસેને દિવસે સરકારની વિવિધ યોજનાઓ નો લાભ મેળવી રહ્યા છે.રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના ની દરેક યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. અમારી ગ્રામ પંચાયતમાં આઝાદીના 70 વર્ષ દરમિયાન જે વિકાસ ના કામો થયા નથી, એ તમામ વિકાસના કામો આજે રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા સંગઠન ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ના સહયોગથી અમારા ગામમાં ડામર રસ્તાનું તેમજ માળખાકીય સુવિધાઓ જેવા વિવિધ પ્રકારના વિકાસ ના કામો થઈ રહ્યા છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here