સાવરકુંડલામાં મુશળધાર વરસાદ

0
43અમરેલી જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લો હજુ તો મહિના પહેલા ગયેલા તાઉ-તે વાવાઝોડામાંથી બેઠો નથી થયો ત્યાં વરસાદ વરસવા લાગ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. કુલ વરસાદ પાંચ ઈંચ જેટલો નોંધાયો હતો

સાવરકુંડલા, ખાંભા, આંબરડી, વાંકીયા, ઈંગોરાળા સહિત રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. આંબરડી ગામ વચ્ચેથી પસાર થતા નાળામાં પુર આવ્યું હતું. તેમાં એક મીની ટ્રેક્ટર અને ચાર મોટર સાઇકલ તણાઈ ગયા હતા. સાવરકુંડલા શહેર વચ્ચેથી પસાર થતી નાવલી નદીમાં પુર આવ્યું હતું તો ચરખડીયા નજીકનો ચેક ડેમ છલકાઈ ગયો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here