આનંદો ભક્તો માટે ભગવાનના દ્વાર ખુલશે

0
57ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છેશ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલવા જઇ રહ્યા છે.

કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન દુર્લભ કરી નાખ્યા હતા જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા, પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો છે જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો ૧૧ તારીખથી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લા મુકવામા આવશે. શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કના નિયમોનું કડક પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

હાલ આટલા મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા છે અંબાજી મંદિર સમય: સવારે ૭:૩૦થી ૧૦:૪૫ વાગ્યા સુધી અને બપોરે: ૧૨:૩૦થી ૪:૩૦ વાગ્યા સુધી સાંજે: ૭:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી દર્શન થઈ શકશે, ચોટીલા મંદિર સમય: સવારે ૭:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી દર્શન થઈ શકશે, દ્વારકા મંદિર સમય: સવારે ૬:૩૦ વાગ્યાથી દર્શન કરી શકાશે, સોમનાથ મંદિર સમય: સવારે ૭:૩૦થી ૧૧:૩૦ વાગ્યા સુધી અને બપોરે ૧૨:૩૦થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે, વિરપુર મંદિર સમય: સવારે ૭:૦૦થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી અને બપોરે ૩:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે, પાવાગઢ મંદિર સમય: સવારે ૬:૦૦થી સાંજના ૭:૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે

 

 

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here