ગીર સોમનાથ મા બારડ પરીવારે શરુ કરેલ કોવિડ હોસ્પિટલ મા અનેક લોકો સાજા થઇ પરત ફર્યા

0
38
ગુજરાતના રાજકારણમાં કેટલાય નેતાઓ એવા છે જેઓ ચૂંટણી સમયે જ દેખાય છે. માત્ર મત માગવા માટે. એટલે જ જનતાને રાજકારણીઓ પ્રત્યેથી ભરોશો ઉઠી રહ્યો છે. જો કે, આ જ ગુજરાતમાં કેટલાક એવા નેતાઓ પણ છે જેઓ હંમેશા જનતાની વચ્ચે રહીને તેમની મુશ્કેલીઓને દૂર કરે છે.આ નેતાઓની લિસ્ટમાં તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડનું પણ નામ આવે છે. છેલ્લા 7-8 દાયકાથી બારડ પરિવાર સામાજિક સેવાના કાર્ય કરી રહ્યો છે. કોરોના મહામારીમાં લોકોને બેડ, ઓક્સિજન અને દવાઓ મળી રહી ન હતી ત્યારે લોકોની વેદના જોઇ બારડ પરિવાર લોકોની મદદે આવ્યો હતો. આ પરિવારે તાત્કાલિક આજોઠા ગામે 50 બેડની હોસ્પિટલ શરૂ કરી લોકોના જીવ બચાવ્યા હતા. હોસ્પિટલનો જે પણ કંઈ ખર્ચ થયો હતો તે તમામ ખર્ચ બારડ પરિવારે જ ઉઠાવ્યો હતો.આ પરિવારના મોભી સ્વ.ધાના માંડાભાઇ બારડ સમાજ સેવા અને શૈક્ષણિક બાબતે કામ કરીને લોકોને જાગૃત કર્યા હતા. તે પછી આ કામ સ્વ.જશુભાઇ બારડે સંભાળ્યું હતુ અને હવે આ મોરચો ભગવાન બારડે સંભાળ્યો છે અને સેવાના કામમાં જરા પણ ઉણા ઉતર્યા નથી.

જેનું તાજુ ઉદાહરણ કોરોનાની બીજી લહેરમાં જ જોવા મળ્યું.કોરોના મહામારીમાં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ ગઈ હતી ત્યારે વેરાવળના આજોઠામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે તાત્કાલિક કોવિડ હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. જેમાં 100થી વધારે લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.આજોઠા ગામે ડેડીકેટેડ હોસ્પિટલમાં 194 કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા જેમાંથી 131 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો હતા જયારે 63 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી. હાલ આ હોસ્પિટલમાં 14 દર્દીઓ સારવાર હેઠળ છે.હોસ્પિટલમાં દર્દી માટે મેડિકલ સેવા ઉપરાંત નાસ્તા અને જમવા તેમજ ફ્રૂટની વ્યવસ્થા પણ મફતમાં જ કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ધાનાભાઈ બારડ પરિવાર ઉઠાવી રહ્યો છે. દર્દીના સગા-સંબંધીને પણ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં CCTV કેમેરા અને મ્યુઝિક સિસ્ટમ પણ મુકવામાં આવી હતી.

હોસ્પિટલમાં દર્દીઓને મ્યૂઝિક થેરાપી આપવામાં આવી રહી હતી.કોરોના વાયરસના કેસ જ્યારે સતત વધી રહ્યા હતા ત્યારે હોસ્પિટલમાં ડોકટરોની ટીમ ખડેપગે હતી. જેમાં એક M.D, 3 M.B.B.S ડોક્ટર અને 22 નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીઓની સેવા કરી રહ્યા હતા. હોસ્પિટલમાં દર્દીને લેવા અને મુકવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં હતી જેને પણ કોઈ પ્રકારનો ખર્ચ દર્દી પાસેથી લેવામાં આવ્યો નથી. હાલ પણ જે દર્દીઓ દાખલ છે તેમના માટે આવી જ વ્યવસ્થા છે. હોસ્પિટલમા રોજ દર્દી માટે સવારે ઉકાળો, બપોરે નારિયેળ પાણી, જ્યૂસ અને સાંજે હળદરવાળું દૂધ આપી દર્દીઓની ઈમ્યૂનિટી વધારવામાં આવી રહી છે. આમ, બારડ પરિવારે સેંકડો લોકોની મદદ કરી ફરી એકવાર એવા નેતાઓ માટે દાખલારૂપ બન્યા છે જેઓએ માત્ર પોતાના સ્વાર્થ માટે જ જનતાને ભોળવીને જનતાના મત મેળવ્યા છે.

કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, PI રામ સાહેબ, આહીર સાહેબ, કોંગ્રેસ અગ્રણી મનસુખભાઈ ગોહિલ, માલદે ગાધે સહિત નેતા અને સામાજિક આગેવાનએ હોસ્પિટલની મુલાકાત લઈને બારડ પરિવાર દ્વારા કરવામાં આવેલા લોક કલ્યાણના કામને બિરદાવ્યું…

 

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here