ગીર સોમનાથ ના વેરાવળમા ભાલકેશ્ર્વર ગૃપ દ્રારા સમૂહલગ્ન નુ આયોજન

0
46
સરકારની ગાઈડલાઈન મુજબ 100 ફૂટના અંતરે એક મંડપ લગાવાયોચાર ભાગમા 25 નવદંપતી ઓએ પ્રભુતામા પગલા માંડયાભાલકાના દંપતીએ પોતાના ગૃહપ્રવેશ સમૂહલગ્ન કરી ઉજવાયો..ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળના ભાલકેશ્ર્વર ગૃપ ના દંપતિ દ્રારા જરુરીયાતમંદ હિન્દુ સમાજ ની 25 દિકરીઓના સમૂહલગ્ન કરી પોતાના નવા ગૃહ મા પ્રવેશ કયોઁ કોરોનાની મહામારી ચાલી રહેલ છે અને બીજી લહેર પસાર થઈ ને હવે થોડી હળવાશ થયેલ છે .ત્યારે જીવનમા લગ્ન એ દરેક પરિવારમા ફરજીયાત હોય છે.

વેરાવળ – ભાલકા વિસ્તારના આહીર દંપતીએ પોતાના નવા ગૃહપ્રવેશ મા કોઇ સગાવહાલા કે પરિવારને ભોજન કરાવી ગૃહપ્રવેશ કરવાને બદલે હાલ કોરોનાની મહિમારીમા એક અનોખી પહેલ કરી છે .

કોરોના પરિસ્થિતિઓ મા ઘણા લોકોના કામધંધા પડી ભાંગ્યા છે અને ઘણા પરીવારે તો પોતાના સ્નેહીજન ને પણ ગુમાવ્યા છે ત્યારે આવી પરિસ્થિતિઓ મા ખૂબજ જરુરીયાતમંદ 25 દિકરીઓ ના લગ્ન કરાવવાનો નિર્ણય ભગાભાઇ સોલંકી તથા હંસાબેન સોલંકીએ કરેલ .અને સરકારની ગાઈડલાઈન મુજબ પોતાના જ રીસોટઁ મા 100 ફૂટના અંતરે એક મંડપ એમ ચાર ભાગમા 25 દિકરીઓના લગ્ન કરાવ્યા છે . ગોરમહારાજ, નવદંપતીઓ, તેમના પરીવાર સહીત તમામને માસ્ક ફરજીયાત , ભોજનની વ્યવસ્થા, ઊતારાની વ્યવસ્થા, સંગીત સંધ્યા સહીતની તમામ વ્યવસ્થાઓ કોઇપણ ફંડફાળા વગર કરવામા આવી હતી . જેમા રાજકીય , સામાજિક, આગેવાનોએ પણ ઉપસ્થિત રહી નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા હાલ કોરોનાની મહામારીમા લોકોને કઈ રીતે મદદરૂપ થવુ ત્યારે જરુરીયાતમંદ દીકરીઓને લગ્ન કરાવવાનો વિચાર આવ્યો અને હિન્દુ સમાજની અને કોઇને માબાપ વિનાની દિકરીઓ ને પોતે મા બાપ બનીને લગ્ન કરાવવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો છે .હજુ પણ ઇશ્ર્વર આ દંપતીની આવીજ પરિસ્થીતી રાખશે તો હજુ પણ આવા કાયોઁ કરતા રહીશૂ.

કુરીવાજો, ખોટાખચઁ, દેખાદેખી થી પર રહી અને જે લોકો ને ખરેખર જરુરીયાત છે અને કોરોના જેવી પરિસ્થિતિ મા લોકો કામધંધા વગર ના થયેલ છે .પરંતુ જે માબાપને ઘરે દિકરી નો પ્રસંગ આવી ગયેલ છે અને તે કરી નથી શકતા ત્યારે તે દિકરીઓ ના મા બાપ બનીને આહીર સમાજ નુ આ દંપતી ઉભુ રહ્યુ છે અને ઘરઆંગણે પણ ન કરી શકે તેવા લગ્ન કરાવી આપીને પુણ્યનુ ભાથુ કમાવ્યુ છે.

આ તકે સમગ્ર દેશ વાસીઓ ને એક અપીલ કરાઇ છે કે આવા જરુરીયાતમંદ કે જેના પરીવારના મા નથી પિતા નથી કે વ્યવસ્થા નથી તેવા પરિવારને આ રીતે સમૂહલગ્ન કરી ને મદદરૂપ દરેક લોકો થાય .

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here