લાઈવ ટીવી શૉમાં સંસદ સભ્યને થપ્પડ

0
46પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પૂર્વ સલાહકાર અને પંજાબ પ્રાંતના વર્તમાન CMની સલાહકાર ફિરદોશ આશિક અવાન ફરીથી વિવાદોમાં સપડાઈ છે. બુધવારે રાત્રે ફિરદોશ એક ચેનલના ડિબેટ શોમાં પહોંચી હતી, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ કાદિર ખાન પણ હાજર હતા.

કાદિરે ગત સપ્તાહની ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં 67 લોકોનાં મોત નીપજ્યાં હતા. વળીં, કાદિરે પાકિસ્તાનમાં વીજકાપના પ્રશ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના પરિણામે ફિરદોશ અવાન ભડકી હતી. તેણીએ લાઈવ શો દરમિયાન કાદીરનો ઝભ્ભો પકડીને થપ્પડ મારી દીધી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here