મોરબી : દારૂનુ કટીંગ ચાલુ હતું ત્યાં પોલીસ ત્રાટકી

0
414
ભલગામ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂનુ કટીંગ પકડી ટ્રક તથા અંગ્રેજી દારૂની બોટલો નંગ-૧૫૬૦ કી.રૂ. ૫,૧૭,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૫,૮૨,૪૦૦/- નો મુદામાલ પકડી પાડતી મોરબી એલ.સી.બી.

મોરબી જિલ્લામાં ગેરકાયદેર ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા મોરબી પોલીસને મળેલ ખાનગી રાહે હકિકત કે, અમુક ઇસમો અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર-HR 38-7-3623 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી વહન કરી લાવી ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વીડી વિસ્તારમાં સદરહુ ઇંગ્લીશ દારૂનુ કટીંગ થનાર છે. જે હકિકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુશના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ જે રેઇડ દરમ્યાન નીચેની વિગતેનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. અને ટ્રક ચાલક નાશી ભાગી ગયેલ હોય જેથી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ પ્રોહી ધારા તળે ગુનો રજી. કરાવી આગળની તપાસ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી નાઓએ હાથ ધરેલ છે.

પકડાયેલ મુદામાલ મેગ્ડોવેલ નં-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૬૬૦ કી.રૂ. ૨,૪૭,૫૦૦/, રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૯૦૦ કી.રૂ. ૨,૭૦,૦૦૦/, અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર-HR-38-Z-3623 કી.રૂ.૮,૦૦,૦૦૦/, મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ કી.રૂ. ૨,૬૩,૯૦૦/, જી.પી.એસ સીસ્ટમ કી.રૂ.૧,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૫,૧૫,૮૨,૪૦૦/- નો મુદામાલ ઝપત કરેલ છે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here