અભ્યાસ અર્થે વિદેશ જતા ભરૂચ જિલ્લાના વિધાર્થીઓ માટે વેકિસનેશનનો કાર્યક્રમ યોજાયો

0
29અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ માટે જે અગ્રતા આપવામાં આવી છે તે બદલ રાજય સરકારના અમો આભારી છે 

ભરૂચ અભ્યાસ અર્થે રાજયના વિધાર્થીઓ વિદેશ જઇ રહયા છે ભારત સરકાર તરફથી મળેલ રીવાઇઝડ ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમયગાળો રાખવાનું નકકી થયેલ છે પરંતુ જે વિધાર્થીઓએ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે તેમજ હાલમાં ૮૪ દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ન થાય તે અંગે આવા વિધાર્થીઓને બીજા ડોઝમાં અગ્રતા આપવા અંગે મિશન ડાયરેકટર,રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન,ગુજરાત ધ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. તે અન્વયે ભરૂચ જિલ્લાના ૨૯ વિધાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જતા આરોગ્ય વિભાગ ધ્વારા સદર વિધાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વેકિસનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ પૈકી ભરૂચના વિધાર્થી હેત પંકજભાઇ ભુવા અને સ્મિત શાંતિલાલ  ધોલું  ઉત્સાહભેર બીજા ડોઝનું રસીકરણ કરાવ્યું હતું. તેઓએ હર્ષની લાગણી વ્યકત કરતા રાજય સરકારની રસીકરણની કામગીરી ખરેખર સરાહનીય છે. તેમણે અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ માટે  ચિંતા વ્યકત કરીને જે અગ્રતા આપવામાં આવી છે તે બદલ રાજય સરકારના અમો આભારી છે તેમણે દરેક યુવાનો વહેલામાં વહેલી તકે રસી લઇને કોરોના સામેની લડાઇમાં રાજય સરકારની સાથે રહીએ..

જે વિધાર્થીઓ પ્રથમ ડોઝ લીધેલ હોઇ તે જોબ માટે જતા હોઇ તેમજ રમત ગમત માટે વિદેશ જતા ખેલાડીઓએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં નામ નોંધાવવા યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here