રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી

0
34રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી

CSR એક્ટિવીટી હેઠળ-૩ , અગાઉના ૨ સહિત હવે જિલ્લામાં કુલ- ૩૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા ઉપલબ્ધ

રાજપીપલા : જુનેદ ખત્રી

કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ  ઘટાડવા અને નર્મદા જિલ્લામાં કોરોનાના દરદીઓને સારવારમાં ઉપયોગી બની રહે તેવા અનેકવિધ આરોગ્યલક્ષી ઉપકરણોની સવલત-સુવિધાનો વ્યાપ વિસ્તારવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પ્રયાસો કરી રહ્યું છે રાજપીપલા ખાતેની કોવિડ-૧૯  હોસ્પિટલ, જિલ્લાની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ,  સામૂહિક  આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વિવિધ ઓક્સિજન પ્લાન્ટસ, સેન્ટ્રલ પાઇપ લાઇન દ્રારા ઓક્સિજન પુરવઠો, ઓક્સિજનના જમ્બો સિલિન્ડર્સ સહિતની અનેકવિધ સુવિધાઓથી સુસજજ કરાય

તદ્અનુસાર નર્મદા જિલ્લા પ્રસાશન દ્રારા રાજય સરકાર અને રાજયના આરોગ્ય વિભાગ સાથે સંયુકત-સઘન લાયઝન-ફોલોઅપ દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા રાજપીપલાની કોવિડ-૧૯  હોસ્પિટલને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફાળવવામાં આવ્યાં છે. આમ, નર્મદા જિલ્લાને રાજય સરકાર દ્રારા ફાળવાયેલ આ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપરાંત CSR એક્ટિવીટી હેઠળ દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ અન્ય ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ જિલ્લામાં આ અગાઉ ઉપલબ્ધ બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત જિલ્લામાં હવે કુલ-૩૦ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર સુવિધા ઉપલબ્ધ બની હોવાની જાણકારી C.D.M.O, સિવીલ સર્જન તેમજ કોવિડ ૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. જયોતિ ગુપ્તા તરફથી પ્રાપ્ત થઇ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here