અંજાર માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થાને ઝડપી પાડતી અંજાર પોલીસ.

0
22રમેશ મહેશ્વરી દ્વારા

અંજાર કચ્છ :- અંજાર પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ જે બાતમીના આધારે અંજારમાં નગર પાલીકા કચેરી સામે રહેતા સંજય રામજી ઉર્ફે રામલો ઘુવા પોતાના છકડા નં-૨૨૧ વાળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ આવેલ છે તેવી બાતમી આધારે પોલીસ ઇન્સપેકટર એમ.એન. રાણા સ્ટાફના માણસો સાથે ચેકીંગ કરતા આરોપીના ઘર પાસેથી.

અતુલ શક્તિ છકડામાંથી ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૩૪ બોટલો નંગ-૪૦૮ તથા એક અતુલ શકિત છકડો (GJ-12-AY-0221) મળી આવેલ હતું. આ મુદામાલ કબ્બે લઇ કાયદેસરની કાર્યવાહિ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે યોગાનું યોગ જે બાતમી મળી હતી તે બાતમી સાયદ અમુક સંજોગો વસાત લીક થઈ જતા દારૂ લાવનાર એવો સંજય રામજી ઉર્ફે રામલો ઘુવા રહે નગર પાલીકા કચેરી સામે, રામદેવપીરના મંદિરની બાજુમાં, અંજારવાળો હાજર મળ્યો નહોતો. જેની શોધખોળ હાથ ધરવામાં આવશે છે આ દરમ્યાન મુદામાલ (૧) કિંગસર્ગોલ્ડ વ્હીસ્કીની બોટલો નંગ-૪૦૦ કિમત રૂપિયા ૧,૪૨,૮૦૦/- અને (૨) અતુલ શક્તિ છકડો (GJ-12-AY-0221) કિમત રૂપિયા,૫૦,૦૦૦/- કુલ્લ મુદામાલ કિમત રૂપિયા ૧,૯૨,૮૦૦/- કબ્જે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here