નલીયા પોલીસ મથકે વાર્ષિક ઈન્સપેક્શન પશ્ચિમ કચ્છ એસ.પી.સૌરભ સિંગ દ્વારા હાથ ધરવામાં આવેલ હતું.

0
51ભરૂચ જિલ્લાના ખેડૂતજોગ સંદેશ સોલર લાઇટ ટ્રેપ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે.

ભરૂચ કૃષિ અને બાગાયત પાકના મહત્વને જોતા રાજ્ય સરકારે વિવિધ પાક જેવા કે કપાસ, દિવેલા, એરંડા અને બાગાયત પાકમાં “જંતુ પ્રબંધન” માટે “સૂર્યપ્રકાશ ઉર્જા સંચાલિત જંતુ પકડવા માટેની ટ્રેપ” (સોલાર લાઈટ ટ્રેપ) ખુબજ ઉપયોગી છે. જંતુઓની સંખ્યાને નિયંત્રણમાં રાખવા માટે અને સંભવિત ઉપદ્રવ તેમજ પાકને થતું નુકસાન અટકાવવા માટે આ એક અસરકારક પધ્ધતિ છે. ભરૂચ જીલ્લાના તમામ ખેડૂતોને કૃષિ સંદેશ પાઠવવામાં આવે છે કે, ભરૂચ જીલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં આ ઘટકમાં અરજીઓ મેળવવા તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. રસ ધરાવતા ખેડૂતોએ અરજી કરવા ઈ-ગ્રામ સેન્ટર મારફતે અથવા https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરવા વિનંતી છે. અરજી કર્યાબાદ અરજીની પ્રિન્ટ લઈ અરજીની નકલ, ૮-અ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, અનુ.જાતિ, અનુ.જનજાતિનાં લાગુ પડતા હોઈ તેવા દાખલા સાથે જે તે ગામના ગ્રામસેવક અથવા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખામાં દિન-૭ માં જમા કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here