નર્મદા જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ વેક્સીનેશનનો લાભ લીધો

0
36
નર્મદા જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ વેક્સીનેશનનો લાભ લીધો

રાજપીપલા : જુનેદ ખત્રી

કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે જે સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ હેઠળ શહેરી અને ગ્રામ્યકક્ષાએ વેક્સીનેશનને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા  આરોગ્યતંત્ર દ્વારા ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને વેકસીન મળી રહે તે માટે રાજપીપલાની આયુ્ર્વેદિક હોસ્પિટલ, અર્બન  હેલ્થ  સેન્ટર, સિસોદરા પ્રાથમિક  આરોગ્ય  કેન્દ્ર,  ગરૂડેશ્વરની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જેતપુર, બુજેઠા, ગોપાલીયા, સગાઇ, કોલવાણ અને પાટલામઉ કેન્દ્રો ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને કોવિડ-૧૯ વેકસીનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં તા. ૧૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૨:૦૦ કલાક  સુધીમાં  ૩૬૧  જેટલાં  લોકોએ કોરોના વેકસીનેશનનો  લાભ લીધો છે

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે  જણાવ્યું  હતું કે, હાલમાં ૧૮ થી ૪૪ ની વયજુથના  તમામ લોકોને કોવિડ-૧૯  ની વેકસીન  આપવાનની કામગીરી ચાલી રહી છે, જેમાં જિલ્લાની વિવિધ  ૧૦ જેટલી સેશનસાઇટ નક્કી કરવામાં આવી  છે. તેની સાથોસાથ પાંચેય તાલુકામાં દરેક તાલુકાની મળતી જરૂરિયાત પ્રમાણે વેકસીનેશન સેન્ટર ઉભા કરતા હોઇએ છીએ.જેમાં બધા જ વિસ્તાર આવરી લેવાય તે રીતનું આયોજન કરવામાં આવે છે. ૧૮ થી ૪૪ ની વયજુથના  ૧૪ હજારની સામે ૮૭૪૫ લોકોએ વેકસીન લઇ લીધી છે. નર્મદા જિલ્લાએ આજદિન  સુધી  ૬૨ ટકા જેટલી  કામગીરી પૂ્ર્ણ થયેલ  છે.

ઉપરાંત જે લોકોને ઓનલાઇન  રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ  પડતી હોય  તો તેવા  લોકોએ  પોતાનો  મોબાઇલ  લઇને આપના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા  સબ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા  રજીસ્ટ્રેશન કરી  આપવામાં આવશે.  કોરોનાની  ત્રીજી લહેર  સામે ટકવા વેક્સીન એ જ એક માત્ર ઉપાય છે.   વેક્સીનથી ગભરાવવાની કોઇ જ જરૂર નથી. ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને  વેકસીન લેવા માટે આગળ આવવાં  અને વેક્સીન લીધા બાદ બીજાને પણ વેકસીન  લેવા પ્રોત્સાહન પુરુ પાડવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here