નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ

0
32નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતા તેની સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેમાં ફરીયાદી પુનાભાઈ દલસુખભાઈ વસાવા (ઉ.વ.આ.૬૫ રહે.વાવડી કંગાળ ફળિયું તા.નાદોદ જી.નર્મદા) એ આરોપી અલ્કેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી (રહે.ગોપાલપુરા તા. નાદોદ. જી.નર્મદા) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી પુનાભાઈ દલસુખભાઈ વસાવાની સગીર વયની પૌત્રી ભોગ બનનારને આરોપી અલ્કેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી જે પોતે પરણીત હોય અને એક સંતાનનો પિતા હોવા થતા પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પટાલી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતા તેની સામે વાલીએ કાયદેસરની ફરિયાદ કરતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here