કોંગ્રેસના કાર્યકરો કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં એકત્ર થઈ ધરણા વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ અટકાયત

0
39







પંચમહાલ.કાલોલ
રિપોર્ટર સાજીદ વાઘેલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપેલ સુચના મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૧:૧૫ થી ૧:૦૦ કલાક દરમ્યાન ગુજરાતના તમામ તાલુકા મથકોએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સુનિયોજીત રીતે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા કરી જનતાના પૈસા ની લુંટ કરવામાં આવે છે તે બંધ કરી જનતાને રાહત મળે તેના માટે ભાવ વધારા ના વિરોધમાં કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પેટ્રોલ પંપ ઉપર ધરણાં પ્રદર્શન કરવા કાર્યક્રમ રાખેલો હતો કાલોલ ખાતે પેટ્રોલ પંપ અને બસ સ્ટેન્ડ ની આસપાસ પોલીસ નો વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો કાલોલ કોંગ્રેસના કાર્યકરો કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં એકત્ર થઈ ધરણા વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ કાફલો પહોંચીને તમામ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરવા દેવા માટે ભારે રકઝક કરી હતી તેઓના હાથમાં પ્લેકાર્ડ જોવા મળ્યા હતા જોકે બે જેટલા કાર્યકરો બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી છટકી નજીકમાં આવેલા પેટ્રોલપંપ ઉપર પહોંચી ગયા હતા અને ત્યાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો જોકે પોલીસે બંનેને પણ અટકાયતમાં લીધા હતા કુલ મળી ૧૨ કાર્યકરોની અટકાયત કરી હતી.કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચારો કરી “જબ જબ સરકાર ડરતી હે પોલીસ કો આગે કરતી હૈ”, “મોદીતેરી તાનાશાહી નહીં ચલેગી” જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here