સુરત જિલ્લાનાં જિજ્ઞાસુ અને યુવા ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ મુલાકાતે….

0
26ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ડાંગ જીલ્લાના તથા આજુબાજુ જીલ્લાના ખેડૂતો માહિતી માટે આવતા હોય છે. ત્યારે તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ ઓલપાડ અને સાયણ જીલ્લાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) ખાતે હળદરની સેન્દ્રીય વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે જાણવા ખાસ મુલાકાત કરેલ હતી.આ પ્રવૃત્તિ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેને હર્ષદ એ. પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા હળદરની વૈજ્ઞાનિક પધ્ધતિની માહિતીની સાથે સાથે રતાળુની વૈજ્ઞાનિક ખેતી, આંબામાં કલમની રોપણી અને ખાતર વ્યવસ્થાપન, સુરણની ખેતી પધ્ધતિ તથા કુંવારપાઠુંની નવી જાતની ખેતી પધ્ધતિની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રના ડૉ.પ્રતિક.પી જાવિયા વૈજ્ઞાનિક(પાક ઉત્પાદક) દ્વારા એઝોલાના ઉપયોગ વિશે અને એઝોલાના ડેમોસ્ટ્રેશન યુનિટની સંપૂર્ણ જાણકારી આપી હતી અને બિપીન એમ.વહુનીયા વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા વિવિધ પાકમાં આવતા રોગ-જીવાતની ખેડૂતોને સંતોષકારક માહિતી આપવામાં આવી હતી. બાગાયતી પાકોની સેન્દ્રીય ખેતી પધ્ધતિનું માર્ગદર્શન લઈને સુરત જીલ્લાના ખેડૂતભાઈઓ ખુશ થયા હતા અને કૃષિ અને કૃષિ વિશે જ્ઞાન મેળવવા માટે સતત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહેવાની બાંહેધરી આપી હતી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here