દાહોદ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ રાકેશ પ્રજાપતિની સૌ રિક્ષાચાલકો-તેમના પરીવારજનોને સમયસર રસી લઇ લેવા અપીલ

0
34રિપોર્ટર. અજય.સાંસી

 

દાહોદ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ રાકેશ પ્રજાપતિની સૌ રિક્ષાચાલકો-તેમના પરીવારજનોને સમયસર રસી લઇ લેવા અપીલ
દાહોદ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ શ્રી રાકેશ પ્રજાપતિ કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજ દ્વારા તમામ રિક્ષાચાલકોને સત્વરે વેક્સિન લઇ લેવાના સંદેશાને અનુમોદન આપ્યું છે અને તેઓએ પણ જિલ્લા તંત્રના કોવીડ રસીકરણ અભિયાનમાં તમામ રિક્ષાચાલકો જોડાશે અને વેક્સિન લઇ લેશે તેમ જણાવ્યું છે.
પ્રજાપતિ જણાવે છે કે, કાર્યકારી કલેક્ટર રચિત રાજે રિક્ષાચાલકોને સત્વરે રસી લઇ લેવા જણાવ્યું છે તેમની વાતને આવકારૂં છું અને તેમની વેક્સિનેશન અભિયાનમાં સહભાગી ચોક્કસથી થવા ખાતરી આપીએ છીએ. હું જિલ્લાના તમામ રિક્ષાચાલકોને નમ્ર વિનંતી કરૂં છું કે તેઓ અને તેમના પરિવારના તમામ સભ્યો સત્વરે વેક્સિન લઇ લે. જેથી કરીને કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ આપણે સ્વસ્થ રહીએ અને આપણે આર્થિક નુકશાનથી પણ બચી શકીએ. કોરોનાની રસી લીધી હોય તો કોરોનાની કોઇ પણ ગંભીર અસરથી બચી શકીએ છીએ. આપણે પોતે તો રસી લઇએ જ સાથે અન્ય લોકોને પણ રસી લેવા માટે પ્રેરિત કરવા જોઇએ. અત્યારે જયારે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જિલ્લામાં વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે સૌ રિક્ષાચાલકો તેનો લાભ લે અને સત્વરે વેક્સિન લઇ લે એવી મારી અપીલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here