ઇસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું કોરોના કેર સેન્ટર આગળ જ ગંદકીનું પ્રમાણ છતાં ઇસરી ગ્રુપ ગ્રામપંચાયત મૌન

0
46અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
મેઘરજ:આરોગ્ય મંત્રી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ઈસરી આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકી થતા દર્દીઓ પરેશાન ગંદકી દૂર કરવા સરકારે ઠેરઠેર અભિયાન હાથ ધર્યા છે અને સ્વચ્છ ગુજરાત નું બિરુદ મેળવવા માટે અવનવા કિમીયા કરતી હોય છે પરંતુ ક્યાંક ગંદકી દૂર કરવાને બદલે ગંદકી વધવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે માણસ જયારે બીમાર થતો હોય છે ત્યારે સારવાર માટે દવાખાને પહોંચતાં હોય છે પણ અહીં દવાખાના આગળ જ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેમાં એક બાજુ બીમારી અને એક બાજુ ગંદકી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે વાત કરવામાં આવે તો એક બાજુ કોરોના નો કહેર વધી રહ્યો હતો ત્યારે હોસ્પિટલો ઉભરાતી હતી પણ હવે ધીરે ધીરે કોરોના કહેર ઘટી રહ્યો છે અને ગંદકી વધી રહી છે તેવું દ્રશ્ય સામે આવ્યું છે ત્યારે મેઘરજ તાલુકામાં લાખો રૂપિયાના ખર્ચેએ સરકાર દ્વારા નવીન આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે જ્યાં ઇસરી આરોગ્ય કેન્દ્ર કોરોના કેર સેન્ટર આગળ જ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે રસ્તા પર પાણી ભરાતા રોગાચારો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એક બાજુ કોરોના અને એક બાજુ ગંદકી છતાં તંત્ર મૌન છે ઇસરી પંચાયત દ્વારા ગામના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતો હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે.હવે ચોમાસાનો સમય પણ નજીક આવી રહ્યો છે ત્યારે ઇસરી આરોગ્ય કેન્દ્ર આગળ જ પાણી ભરાતા ગંદકી વધવાના એંધાણ થયી રહ્યા છે પંચાયત જાણે ઉંગ માં હોય તેવું સ્પષ્ટ પણે જોઈ શકાય છે ત્યારે ઇસરી પંચાયત દ્વારા પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી લોક માંગ સેવાઈ રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here