ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ મુજબનું જાહેરનામું 

0
27
કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. એમ.ડી.મોડિયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ અમલવારી કરવા ફરમાવ્યું છે.

જીમ ૫૦% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતી નિયત SOP ને આધિન ચાલુ રાખી શકાશે. જાહેર બાગબગીચાઓ સવારના ૦૬:૦૦ થી સાંજના ૦૭:૦૦ સુધી જાહેરજનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતી નિયત SOP ને આધિન ખુલ્લા રાખી શકાશે.  આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ પ૦(પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ર૦(વીસ) વ્યકિતઓની મંજૂરી રહેશે તમામ પ્રકારના રાજકીય, સામાજિક(જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP ને આધિન યોજી શકાશે. ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત નિયત SOP ને આધિન ખોલી શકાશે. પરંતુ એક સાથે ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તે અંગે ખાસ કાળજી રાખવાની રહેશે.

IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. વાંચનાલયો ૫૦% ક્ષમતાની સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP ને આધિન ચાલુ રાખી શકાશે. આ સમય દરમિયાન શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા, થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ, સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. અઠવાડિક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચીંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય) શૈક્ષિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમબ્લી હોલ, વોટરપાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR TEST સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ધ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે.તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.કેન્દ્ર સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા માટેની અન્ય માર્ગદર્શન સુચનાઓ તથા SPOs યથાવત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here