જીલ્લા પંચાયત કચેરી નવા બિલ્ડિંગ ખાતે કાર્યરત

0
52
જિલ્લા પંચાયત કચેરી ગિબ્સન મીડલ સ્કુલ, રેલ્વે સ્ટેશન સામે,મોરબી ખાતે કાર્યરત હતી.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ થતાં આ નવનિર્મિત જિલ્લા પંચાયત ખાતે તારીખ ૧૧ જૂનથી જિલ્લા પંચાયત કચેરીની નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ,મહેસુલ,પંચાયત, વિકાસ, વહીવટ, રજીસ્ટ્રી શાખા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (પંચા.વિ ),કાર્યપાલક ઇજનેર સિંચાઈ (પંચા.વિ ), નાયબ પશુપાલન નિયામકની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, પોગ્રામ ઓફીસરની કચેરી (ICDS), જિલ્લા આંકડા અધિકારીની કચેરી, હિસાબી અધિકારીની કચેરી, આંતરિક અન્વેષણ અધિકારીની કચેરી, જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી,  નવા બિલ્ડિંગ ખાતે જિલ્લા પંચાયત ભવન ,શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં, મોરબી-૨ ઇમેલ એડ્રેસ [email protected] સરનામા પર લોકોની સેવા માટે કાર્યરત થઈ ગયેલ છે જેથી આ સરનામે પત્ર વ્યવહાર કરવા જિલ્લા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here