સુબીર તાલુકાનાં ખાંભલા કેન્દ્રની ચિંચવિહીર શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો…

0
38ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ખાંભલા કેન્દ્રની ચિંચવિહીર શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો…
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ચિંચવિહીર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મનિષ્ઠ શિક્ષક એવા ઘનશ્યામભાઈ આહલગામાની પોતાના વતન બોટાદ જિલ્લામાં અરસ પરસ બદલી થતા તેઓની સરાહનીય કામગીરીને બિરદાવવા માટે શિક્ષક પરિવાર અને ખાંભલા કેન્દ્રનાં સહયોગથી શાળાનાં પટાંગણમાં વિદાય -સન્માન સમારોહનું આયોજન થયુ હતુ.
જેમાં સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી તેમજ ખાંભલા કેન્દ્રનાં સી.આર.સી. જયરાજભાઈ પરમાર દ્વારા જણાવ્યુ હતુ કે બોલવુ ઓછું અને કામ વધુ કરવાની બાબતને જીવનમાં મહત્વ આપવાની કળા આ શિક્ષકમાં છે.અહી શાળાનાં ઉત્સાહી શિક્ષક મનજીભાઈ મેર દ્વારા સન્માનિત શિક્ષકનો પરિચય કરાવ્યો હતો અને સન્માનપત્ર,શાલ,પુષ્પગુછ,શ્રીફળ દ્વારા ઘનશ્યામભાઈનું સન્માન કરવામાં આવ્યુ હતુ..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here