હાલોલ: પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી મંદિરના નીજ દ્રાર ખુલ્યા,ભાવિકોએ માતાજીને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી

0
41


પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના મંદિરના નિજ દ્વાર આજે વહેલી સવારે માઇ ભક્તો માટે ત્રણ માસ બાદ ખુલ્લો મુકતા મંદિર પરીષદ જય માતાજી ના જયઘોસ થી ગુંજી ઉઠયું હતું.

કોરોના ની મહામારી ને લઇ રાજ્ય સરકાર દ્વવારા દરેક યાત્રાધામો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત પંચમહાલ જીલ્લા ના યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ 51 શક્તિ પીઠ પૈકી નીએક શક્તિપીઠ આવેલી છે. પાવાગઢ ડુંગર ઉપર સાક્ષાત જગત જજની માં કાલિકા બિરાજમાન છે. જેને લઈ પાવાગઢ ખાતે વર્ષ દરમ્યાન લાખો ની સંખ્યામાં  માઇ ભક્તો ઉમટી પડે છે. જેથી મહામારી એવા કોરોના વાયરસ નું સંક્રમણ વધુ ફેલાય ના તે માટે માતાજીના દર્શન ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા. હતા. હાલ માં કોરોના વાયરસ નું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વવારા સરકારી ગાઈડ લાઈન નક્કી કરી મંદિર માં  ફરજીયાત માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સ ના પાલન સહિતના નિયમો સાથે ભક્તજનોને મંદિરમાં પ્રવેશ આપવામાં છૂટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત પાવાગઢ મંદિર દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવાનું નક્કી કરતા મંદિર ટ્રસ્ટ દ્વવારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ માતાજીનો નીજદ્વાર  માતાજીના ભક્તો માટે આજે વહેલી સવાર થી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે ને લઇ ભક્તો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ માતાજીના મંદિર દર્શન ભક્તો માટે ખુલ્લું મુકવાની જાહેરાત થતા માઇ ભક્તો પાવાગઢ ખાતે માં ના દશન કરવા વહેલી સવાર થીજ જોવા મળ્યા હતા. રોપ વે વ્યવહાર પણ રાબેતા મુજબ સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here