હાથલા નો ઉલ્લેખ શાસ્ત્રો મા શની દેવ ના જન્મ સ્થળ તરીકે કરવામાં આવ્યો છે.

0
28







સૌરાષ્ટ્રના દ્વારાકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે. લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે. અહીં અંદાજે ૬-૭સદીનાં મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.
બાળ શનિદેવનું પ્રાચીન સ્વરુપ.
હાથલાનો ઇતિહાસ.

હાલના બરડા ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારનું પ્રાચિન નામ બટુકાચળ અને પીપ્પલાવન હોવાનું શાસ્ત્રોમાં જાણવા મળે છે. તેમજ હાથલાનો ઉલ્લેખ પ્રાચિન સમયમાં હસ્તિનસ્થલ અને મધ્યકાળમાં હસ્થથલ તરીકે જોવા મળે છે. આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે. હાથલાના અવશેષો ૧૫૦૦ વર્ષથી પણ જૂના છે શાસ્ત્રોક રીતે શનિદેવનાં દશ સ્વરુપ છે. જેના દશ વાહનો અને દશ પત્નીઓ છે. જેમાં એક નામ છે પિપ્લાશ્રય જે સ્વરુપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરુપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી. જેથી હાથલા જ પૈરાણિક હસ્તિનસ્થલ હોવાનું ઇતિહાસકારો માને છે.
શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીન સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. જેથી જે વ્યક્તિ કે દેવ જેવા કર્મ કરે છે તે દરેકને શનિદેવ
કર્મ પ્રમાણે ફળ આપે છે. જેના કારણે દરેકને તેમનાથી બીક લાગે છ.

શનિ શિંગડાપુર ખાતે પણ છે
હાથલાનો ઉલ્લેખ મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલ પ્રખ્યાત શનિ મંદિરના પુસ્તકમાં પણ શનિદેવના મુખ્ય સ્થાન તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ હાથલાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળ જામનગર જીલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડ ગામથી ૨૦ કિમી દૂર આવેલ છે.

પનોતી દેવીનું મંદિર હાથલામાં શનિદેવના પ્રાચીન મંદિર સાથે તેમની પત્નિ પનોતી દેવીનું પણ પ્રચીન મંદિર આવેલું છે. જેથી અહીં આવેલ કુંડમાં મામા અને ભાણેજ સાથે સ્નાન કરી પૂજા વિધિ કરે તેમને ક્યારેય જીવનમાં શનિદેવની પનોતી નડતી નથી. આ કારણે જ અહીં આવતા લોકો પોતાના પગરખા પણ મંદિરે જ છોડી દે છે. પ્રાચીન માન્યતા છે કે પનોતી રુપી પગરખાને મંદિરે ઉતારી દેવાથી પનોતી તે વ્યક્તિના જીવનમાં પરત આવતી નથી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here