પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

0
36પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજપીપળા : જુનેદ

ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત પેટ્રોલ ડિઝલના ઐતિહાસિક ભાવ વધારાના વિરોધમા નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપલા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારાને તાત્કાલિક અસરથી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.

ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહ્ય ભાવ વધારાથી સામાન્ય આમ જનતાની કમર તૂટી ગઈ છે. એક તરફ કોરોનાની મહામારીમા લોકોના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે તેવા સમય સતત વધતા જતા પેટ્રોલના ભાવ વધારાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જેના વિરોધમાં ધારાસભ્ય પી.ડી. વાસવાની ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લામા નર્મદા કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજરોક્ષી ટોકીઝ, પેટ્રોલ પંપ પાસે, રાજપીપળા ખાતે કોંગી કાર્યકરોએ પોસ્ટર, બેનર, પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી સરકારને પ્રજા વિરોધી સરકાર ગણાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here