મોરબી જિલ્લામાં “ ઈ-નિર્માણ પોર્ટલ“  હેઠળ બાંધકામ શ્રમિકોની ૧૩ મી જુનથી ઓનલાઇન નોંધણી શરૂ

0
25
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી “ઈ-નિર્માણ પોર્ટલ“ દ્વારા કરવાની જાહેરાત ગત સપ્તાહમાં કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના આ અભિગમ મુજબ મોરબી જિલ્લામાં આગામી ૧૩/૦૬/૨૦૨૧થી  કોમન સર્વિસ સેન્ટરો ( csc ) પર જરૂરી પુરાવા સાથે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો જેવા કે કડિયા કામ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, બાંધકામ છૂટક મજૂરી કરનાર લોકો નોંધણી કરાવી શકશે

નોંધણી કરાવવા માટે શ્રમિકોના પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક/ કેંસલ ચેક ની નકલ, ડ્રાઇવિંગ લાઇસન્સ / પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, શ્રમિકે ૯૦ દિવસથી વધુ સમય સુધી બાંધકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનો પુરાવો/ સ્વયં પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણ પત્ર અને આવકનું પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ સાથે csc સેન્ટરો પર નોંધણી કરાવી શકશે

શ્રમિકોને નોંધણી થયેથી તમામ લાભો ઓનલાઇન પોર્ટલ  ખાતે મળતા શ્રમિકોને થતી હાલાકી ઓછી થશે અને પારદર્શકતા, સુગમતા સાથે ઝડપી લાભો મળશે તેવું  પ્રોજેક્ટ મેનેજર ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, મોરબીના મેનેજર વિપુલ જાની ની યાદીમાં જણાવેલ છે

મોરબી જિલ્લાના મુખ્ય csc સેન્ટરોની વિગતો નીચે મુજબ છે

ક્રમ તાલુકો csc સેન્ટરનું નામ csc સેન્ટરનું સરનામું મોબાઈલ નંબર
મોરબી ચાવડા પ્રવીણભાઈ કુબેરભાઈ રવાપર ઘુનડા રોડ , ક્રિષ્ના સાયન્સ શાળા નજીક, શિવાલય શોપિંગ બીજા માળે ૮૪૬૦૦૭૬૬૪૩
મોરબી વાઘેલા જીતેન્દ્રકુમાર રાજાભાઈ   શક્ત શનાળા, મોરબી ૯૯૭૮૮૮૧૩૮૬
મોરબી પિયુષભાઈ મહેતા અરિહંત મલ્ટી સર્વિસીસ, વાઘજી સ્ટેચ્યુ પાસે, મોરબી ૯૮૨૪૩૩૦૧૦૧
મોરબી કશ્યપ ત્રિવેદી ગેસ્ટ હાઉસ પાસે, મોરબી ૯૦૩૩૯૩૧૨૭૮
મોરબી વિપુલ ભાઈ સરવાડીયા કર્મયોગી ઓનલાઈન, નવા બસ સ્ટેશન નજીક ૯૮૨૯૮૭૦૨૭૮
મોરબી જાદવ વિવેક રાજેશભાઈ જન સુવિધા કેન્દ્ર, લક્ષ્મી પ્લાઝા, મોરબી ૮૧૪૧૩૪૬૦૪૪
હળવદ પરમાર અમિતભાઈ બસ સ્ટેશન પાસે, હળવદ ૯૯૨૫૬૫૮૧૧૩
હળવદ પરમાર રાજુભાઈ દેવાભાઈ ચામુંડા કોમ્પ્યુટર, સરા રોડ, હળવદ ૮૬૯૦૧૭૩૭૩૬
હળવદ કણઝારીયા હરજીવનભાઈ પુનાભાઈ હોનસીલા ઇન્ફોટેક, ૫૬૭ સતવારા શેરી , હળવદ ૮૪૬૦૫૭૦૧૫૧
૧૦ હળવદ ખેર બનેસંગભાઈ વીરામભાઈ ઓનલાઈન સર્વિસ, સરા ચોકડી હળવદ ૯૮૯૮૧૪૪૭૦૧
૧૧ વાંકાનેર ભૌમિક  યાજ્ઞિક એસ એસ ઇન્ફોટચ , રસાલા રોડ, વાંકાનેર ૯૭૨૩૫૧૭૩૦૦
૧૨ વાંકાનેર ભાવિન મહેતા હાજી અલી ચેમ્બર, પોલીસ સ્ટેશન નજીક, વાંકાનેર ૯૪૨૬૨૨૫૦૬૩
૧૩ ટંકારા ત્રિવેદી કૌશિકકુમાર રમણીકલાલ જીન્યસ કોમ્પ્યુટર ક્લાસ, સરદાર કોમ્પલેક્ષ, ટંકારા ૯૮૨૫૬૩૧૨૩૩
૧૪ માળીયા હેમત મકવાણા ખાખરેચી, માળીયા

 

૯૮૯૮૧૪૧૪૬૩

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here