હાલોલ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

0
43પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

સમગ્ર દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે દેશના ગરીબ અને મધ્યમ વર્ગની હાલત અસહ્ય મોંઘવારીના કારણે દિન પ્રતિદિન વધુ કથળી રહી છે દેશની ભાજપા સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશમાં અચ્છે દિન ના વાયદા કર્યા હતા પરંતુ અચ્છે દિન તો દૂર રહી ગયા પણ જે પહેલા અચ્છે દિન હતા તે પણ અસહ્ય મોંઘવારીના પાપે બુરે દિનમાં પલટાઈ ચુક્યા છે કારણ કે માનવ જાત માટે રોજિંદા વપરાશની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પેટ્રોલ-ડીઝલ રાંધણગેસ અનાજ સહીત વિવિધ પ્રકારના તેલના ભાવ સરકારના કંટ્રોલ બહાર જઈ આસમાનએ આંબી રહ્યા છે જેને લઇ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલતમાં આવી ચૂક્યો છે.


જેમાં સરકાર આ નિતિઓની સામે વિરોધ નોંધાવવા અને વધતી જતી કારમી મોંઘવારી સામે લડત આપવા દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે ઠેર ઠેર પ્રદશનો યોજી રહ્યા છે જેને લઈ હાલોલ કોંગ્રેસ પરિવારના કોંગ્રેસ સંગઠનના યુવાનો એ શુક્રવારે નગરના હાર્દસમા વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ પાસે આવેલ એસટી સ્ટેન્ડ પોલીસ ચોકી ત્રણ રસ્તા ખાતે સરકાર દ્વારા લાદવામાં આવેલ અસહ્ય મોંઘવારીનો વિરોધ કરી ધરણા પ્રદર્શન યોજયુ હતું જેમાં કોંગ્રેસના યુવા સંગઠન દ્વારા સરકારની નીતિઓનો વિરોધ કરી તાત્કાલિક અસરથી ભાવ વધારો અંકુશમાં લેવા અને મધ્યમ અને ગરીબ વર્ગને મોંઘવારીના ભાર તળે વધુ ન દબાવવા અપીલ કરી દેશની ભાજપા સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી ખાલી તેલના ડબ્બા સાથે અને વિવિધ સૂત્રો લખેલા બેનરો સાથે સાથે વિરોધ પ્રદર્શન કરતા હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમે 6 થી 7 જેટલા કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત કરી ટાઉન પોલીસ મથકે લઇ જવાયા હતા જ્યાં તેઓની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here