રાજુલાના યુવાન ધારાસભ્ય અમરીશભાઈ ડેર આમરણાંત ઉપવાસ ઉપર બેઠા

0
194રાજુલા શહેર મધ્યમાં રેલંવેની ૪૨ હજાર ચો.મી. જમીન ઉપરની ગંદકી હટાવીને ત્યાં સુંદર બગીચો અને વોક લે બનાવવાનો કરાર રાજુલા નગરપાલિકા એ રેલ્વે સાથે કરેલ છે તેનો અમલ કરાવવા રાજુલાના યુવાન ધારાસભ્ય અમરીશભાઈ ડેર આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે.

રાજુલા નગર નો વિકાસ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના આગેવાનો તેમના સેવા યજ્ઞમાં હાડકા નાખીને રાક્ષસી વૃતિનો પરીચય આપી રહ્યા છે. શહેરની મધ્યમાં આવેલી રેલવેની ૪૨ હજાર ચો.મી. કરતા વધારે પડત જમીન ઉપર ગંદકીના થર જામતા રાજુલા વાસીઓ માટે માથાના દુખાવા રૂપ બની છે. ત્યારે આ ગંદકીની જગ્યાએ એ જમીન ઉપર સુંદર બગીચો બનાવવાની દરખાસ્ત રાજુલા નગર પાલીકાએ મુકી હતી. આ દરખાસ્તને રાજુલાના યુવાન ધારાસભ્ય Ambarish Der  એ રેલવે સમક્ષ મુકી હતી.

રેલવેની જમીનમાં પેશકદમી ના થાય અને જમીનની જાળવણી થાય તે માટે રેલવેએ પણ આ જમીન માલીકીમાં ફેરફાર કર્યા વગર નગર પાલીકાને આપવા માટે કરાર કર્યો હતો. પરંતુ ભાજપના સ્થાનિક પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના સાંસદ શ્રી ને આ વાત પસંદ પડી નહી. એટલે તેમણે પોતાની સત્તાના બળે જમીનની સોપણી અટકાવી દીધી. એટલું જ નહી પરંતુ રાજુલાના મુખ્ય માર્ગને અવરોધતુ ખુલ્લું ફાટક પહોળુ કરવાના કામમાં પણ અડચણો ઉભી કરી. ભાજપના આગેવાનો જે કામ 25 વર્ષમાં ના કરી શક્યા તે કામ રાજુલાના યુવાન અને કાર્યદક્ષ ધારાસભ્ય અમરીશભાઈ અને કોંગ્રેસની નગરપાલીકા કરી રહી છે. તે વાત ભાજપના આગેવાનોને આંખમાં કણાની માફક ખુંચી રહી છે. એટલે તે સત્તાના બળે જનહિતના કામોમાં અડચણો ઉભી કરી રહ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસના આગેવાનો સામે નકલી કેસો દાખલ કરીને પોતાની જનવિરોધી માનસિક્તાને પ્રગટ કરી રહ્યા છે. પરંતુ વિજય હમેંશા સત્ય અને જનતાનો થાય છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે પ્રજાના સહકારથી રાજુલાને સુંદર વનાવવાનું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here