કેવડિયા ટેન્ટસિટી 1 અને 2 માં સિક્યોરીટી ગાર્ડ ગેરકાયદેસર જણાતા SOG નર્મદાએ એજન્સી સામે કાયદેસર કાર્યવાહી કરી

0
30કેવડિયા ટેન્ટસિટી 1 અને 2 માં સિક્યોરીટી ગાર્ડ ગેરકાયદેસર જણાતા SOG નર્મદાએ એજન્સી સામે કાયદેસર કાર્યવાહી કરી

થોડા દિવસો અગાઉજ ટેન્ટસિટી 1 અને ટેન્ટસિટી 2 સામે ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતે કાર્યવાહી કરાઈ હતી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એ એસઓજી ટીમને સુચના આપતા પો.સ.ઈ એચ.વી.તડવી તથા એસ.ઓ. જી. સ્ટાફના માણસો દ્વારા ગે.કા. ચાલતી સીક્યુરીટી એજન્સી શોધી કાઢવા પેટ્રોલીંગ માં હતા દરમ્યાન બાતમી ના આધારે ૧. શુભમ ઇન્ટરનેશનલ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ સિક્યુરીટી ના માલિક શ્રવણકુમાર પુરષોત્તમદાસ દ્વીવેદી રહેવાસી , ૧૫૨૮ , સત્ય નારાયણ મંદીર કડવા પોલ દરિયાપુર અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી -૧ તથા ૨. અનીન કન્સલટન્સી સર્વીસ પ્રા.લી.ના માલિક અનીનદિતો અરૂપ ગુહા રહેવાસી , કે -૧૦૧ સેક્ટર -૧ , સનસીટી અપોઝીટ દુલ્હન પાર્ટી પ્લોટ,બોપલ, અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી -૨ માં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતા હોય જેથી તેમની વિરૂધ્ધમાં કેવડીયા પો.સ્ટે.માં ખાનગી સલામતી એજન્સી ( નિયંત્રણ ) ધારા હેઠળ બન્ને સીક્યુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ ગુના દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here