ઇસરી પોલીસ દેવદૂત સમાન બની: અસ્થિર મગજના બાળકને પરિવાર સાથે મિલન કરતા પરિવારજનો હાશકારો લીધો

0
37અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ઇસરી પોલીસ દેવદૂત સમાન બની: અસ્થિર મગજના બાળકને પરિવાર સાથે મિલન કરતા પરિવારજનો હાશકારો લીધો


ઈસરી પોલીસ દ્વારા બાળકના માતા-પિતાની શોધખોર હાથ ધરાતા 24 કલાકમાં પોતાના પરિવાર સાથે મિલાપ કરતા પરિવારજનો અને ઇસરી ગ્રામજનોએ ઇસરી પોલીસની કામગીરીને સલામ કરી

કહેવાય છે કે જેનું કોઈ નથી એને કુદરત સાથ આપે છે એવી એક ઘટના સામે આવી છે એક અસ્થિર મગજના બાળકની જેમાં વાત કરીએ તો ઇસરી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ અને સ્ટાફના માણસો પ્રેટોલિંગ માં હતા ત્યારે રેલ્લાંવાડા વિસ્તારમાં રાત્રીના સમયે જાળી ઝોખરામાં એક બાળક જોતા ગાડી ઉભી રાખતા પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ બાળક કઈ બોલતું ન હતું ત્યારે બાળકના લક્ષણો ને આધારે બાળક અસ્થિર મગજનું લાગતા પોલીસ દ્વારા બાળકને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તેવી રીતે સવાચેતી રાખતા ઇસરી પોલીસ સ્ટેશન મુકામે લાવામાં આવૅલ હતું ત્યા બાળકને સારસંભાર રાખી જમવાની પણ સગવડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઇસરી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ વી વી પટેલ,કોન્સ્ટેબલ ગોપાલભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ,મયુરભાઈ, કાંતિભાઈ દ્વારા ઝડપી શોધખોર હાથ ધરાઈ હતી જેમાં બાળકનું નામ સતીશકુમાર છગનભાઇ ભગોરા ઉંમર 15 વર્ષ રહે રામપુર મેવાડા તાલુકો બિછીવાડા ડુંગરપુર નામનો જણાતા તેના તાત્કાલિક સંપર્ક કરતા 24 કલાક ની અંદર ઇસરી પોલીસે માતા પીતા સાથે મિલાપ કરાવ્યો હતો જેમાં ઇસરી પોલીસ ની પોતાના માતા પિતા સાથે બાળકના મિલાપ કરાવાની કામગીરી બિરદાવા લાયક છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here