લશ્કરીયા ફાટક પાસે બે મોટરસાયકલ સામસામે ભટકાતા ઘટના સ્થળે બન્ને ચાલકોનું મોત

0
29ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવાથી સુબિરને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં લશ્કરીયા ફાટક પાસે બે મોટરસાયકલ સામસામે ભટકાતા ઘટના સ્થળે બન્ને ચાલકોનું મોત નિપજતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સંજયભાઈ દેવરામભાઈ ગાયકવાડ રે.ગાયખાસ તથા કમલેશભાઈ બાળુભાઈ ગાવીત રે પાયરઘોડી.તા.આહવાનાઓ સ્પેલન્ડર મોટરસાયકલ.ન.જી.જે.30.બી.3402 પર સવાર થઈ સુબિર ખાતે હોમગાર્ડની ડ્યુટી કરવા જઈ રહ્યા હતા.તે દરમ્યાન  આહવાથી સુબિરને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં લશ્કરીયા ફાટક પાસે કરંજડા ગામનાં વીનેશભાઈ તારસિંગભાઈ પવારે પોતાનાં કબ્જાની મોટરસાયકલ.ન.જી.જે.30.બી.5746ને પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી તેઓની સ્પેલન્ડર મોટરસાયકલને ટક્કર મારતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં બન્ને મોટરસાઇકલ ચાલકોમાં સંજયભાઈ દેવરામભાઈ ગાયકવાડ. ઉ.30.રે ગાયખાસ તા.આહવા તથા વીનેશભાઈ તારસિંગભાઈ પવાર.ઉ.20 રે.કરંજડા.તા.સુબિરનાઓને ગંભીર ઇજાઓ પોહચતા તેઓનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.જ્યારે સ્પેલન્ડર મોટરસાયકલ ઉપર પાછળ બેસેલ અન્ય સવાર નામે કમલેશભાઈ બાળુભાઈ ગાવીતને પણ શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પોહચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ બનાવમાં બન્ને મોટરસાઇકલ વાહનોને પણ જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here