વઘઇ કે.વી.કે દ્વારા ડાંગના ગુંદીયા ગામે ખેડૂતલક્ષી તાલીમ તેમજ ઇનપુટ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
28ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લાનાં ગુંદીયા ગામ ખાતે કે.વી.કે.ન.કૃ.યુ.વઘઇનાં નેજા હેઠળ ખેડૂતલક્ષી તાલીમ અને ઈનપુટ વિતરણનું આયોજન કરવામાં આવ્યુ… .

ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી તાલીમો સમયાંતરે ગોઠવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૬/૨૦૨૧ના રોજ ગુંદિયા ગામ ખાતે પશુપાલનમાં “ઉનાળામાં પશુઓની સારસંભાળ અને વ્યવસ્થાપન”  વિષય પર તાલીમ ગોઠવામાં આવી હતી.આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈના ડૉ.સાગર પટેલ વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા પશુઓની સારસંભાળનું દૂધ ઉત્પાદનમાં મહત્વ સમજાવીને પશુપાલનમાં વધુ નફો મેળવવા માટે વૈજ્ઞાનિક સૂચનો આપવામાં આવ્યા હતા. આ તાલીમની સાથે સાથે કેન્દ્રના ડૉ.પ્રતિક જાવિયા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા મગ પાકમાં ક્ષેત્રદિવસનું આયોજન કરીને મગ અને બીજા અન્ય પાકની ખેતીમાં હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ.હર્ષદ એ. પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ખેડૂતોને આંબામાં ચોમાસા પહેલા ખાતર કઈ પધ્ધતિથી આપવું તેનું પ્રત્યક્ષ નિદર્શન ખેતરમાં કરી બતાવવામાં આવ્યુ હતુ. કે.વી.કે. દ્વારા આયોજન કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ ઈનપુટસ જેવા કે વરીનું બિયારણ, ઘાસચારની જુવારનું બિયારણ, જૈવિક ખાતરો અને નોવેલનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં કુલ ૩૦ થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલા સૂચનો અપનાવવાનો નિર્ધાર કર્યો હતો…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here