કાલોલ તાલુકાના ચલાલી ગામના ખેડુતને પડતી હાલકી સામે આમ આદમી પાર્ટીના મહામંત્રી દ્રારા કરાઇ અરજી.

0
50પંચમહાલ.કાલોલ
રિપોર્ટર ‌.સાજીદ વાઘેલા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામમાં પશ્ચિમ ભાગમાં જાહેર રસ્તો ખેતરમાં અવર-જવર માટે હતો તે અંદાજિત ૨૦ વર્ષથી બંધ હાલતમાં છે જેને લઇ ચલાલી ગ્રામ પંચાયતમાં જાગૃત નાગરિક તરીકે ની ફરજ બજાવતા અને આમ આદમી પાર્ટીના કાલોલ ના મહામંત્રી અજયસિંહ ચૌહાણ દ્રારા અરજીમાં જણાવ્યું છે કે લગભગ ૨૦ વર્ષ પહેલાં થી જ રસ્તો બંધ હાલતમાં છે પંચાયતમાં ઘણી વાર રજુઆતો કરવા છતાં પણ પંચાયતના લાગતા વળગતા અધિકારીઓ ના પેટનું પાણી હલતું નથી. આજરોજ અરજદાર ચૌહાણ અજયસિંહ બળવંતસિંહ એક જાગૃત નાગરિક તરીકે તેમની ફરજ સમજીને ચલાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને અરજી કરી છે તેમાં વધુમાં જણાવ્યું છે કે માતા વાળા ફળિયામાં જોગણી માતાનું મંદિર આવેલું છે ત્યાંથી લઈને તળાવ સુધી જાહેર રસ્તો આવેલો છે તે રસ્તા ઉપર આવર જવર બંધ છે ચલાલીના પશ્ચિમ ભાગમાં આવેલા ખેતરોમાં જવા માટે ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે હાલના સમયમાં ખેતરમાં આવવું અને જવું ખેતરમાંથી માલસામાન લાવો પશુઓ માટે લીલો ચારો અને ખેતરમાં રોજે-રોજ જોવા અને આવવામાં તકલીફો પડી રહી છે જાહેર રસ્તો છે પણ હાલ ઝાડી ઝાંખરા ઊંગી નીકળ્યા છે અને અમુક રસ્તાનો ભાગ ધોવાય ગયો છે. ચલાલી ગામમાં વર્ષોથી પશ્ચિમ ભાગે ખેતરમાં જવા આવવા માટે કોઈ રસ્તો જ નથી લગભગ ૨૦ વર્ષથી પણ વધારે સમયથી રસ્તો બંધ હાલતમાં છે જે અંદાજિત ૫૦૦ મીટર જેવો રસ્તો છે ચલાલી ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કંઈ પણ નિરાકરણ આવ્યું નથી ત્રણ ચાર હજારથી પણ વધારે લોકો ને આ ખરાબ રસ્તાથી મુસ્કિલો પડી રહી છે આ રસ્તો બનાવવા માટે વારંવાર મૌખિક માં રજુઆતો કરી છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી લોકોને બીજાના ખેતરોમાં થી અવરજવર કરવી પડે છે ચોમાસા મા ખેતરોમાં આવવું અને જાવવું મુશ્કેલ પડી જાય છે અને ખેતર માંથી કોઈપણ પ્રકારનો માલસામાન.લીલો ઘાસચારો લાવવો હોય તો ખેડૂત જાતે તેના માથા ઉપર લઈને આવવું પડે છે.
શું આ અરજી કરેલ છે તેમાં ગ્રામ પંચાયત ને પેટનું પાણી હલશે ખરું. ? શું આ ચલાલી ના ખેડૂતો ને પડતી હાલાકી સામે તંત્ર સમય સર કામ કરશે ખરું ?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here