મુકુલ રોયે ઘરવાપસી’ કરી, ભાજપ માં ચિંતા વધી

0
83પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજી સામે ભાજપ ભૂંડી રીતે હાર્યો તેની અસર બંગાળના રાજકારણ પર પડશે એવો સૌને અંદેશો હતો ને શુક્રવારે મુકુલ રોયે ઘરવાપસી’ કરી એ સાથે એ અંદેશો સાચો પડવાની શરૂઆત થઈ છે. ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મુકુલ રોયે શુક્રવારે ભાજપના રામ રામ કરી દીધા ને પોતાના દીકરા શુભ્રાંશુ રોય સાથે પાછો મમતાદીદીનો પાલવ પકડી લીધો. મમતાને હરાવવા ભાજપે બંગાળમાં મોટા પાયે ભરતી મેળો શરૂ કરેલો ને તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓને પકડી પકડીને ભાજપમાં ભરતી કરવા માંડેલા. સામ, દામ, દંડ, ભેદ એમ જે રસ્તે તૃણમૂલ કૉંગ્રેસના નેતા તૂટે એ રીતે તોડી તોડીને અમિત શાહ આણિ મંડળીએ ભાજપમાં ભરવા માંડેલા. ભાજપે કૉંગ્રેસ ને ડાબેરીઓને પણ પડખામાં લીધેલા પણ વધારે ધ્યાન તૃણમૂલ કૉંગ્રેસ પર આપેલું. તેના કારણે સ્થિતિ એ થઈ ગયેલી કે, ચૂંટણી આવી ત્યાં લગીમાં તો બંગાળ ભાજપમાં મૂળ ભાજપિયા કરતાં તૃણમૂલના નેતા ને કાર્યકરો વધારે હતા.

યોગાનુયોગ ભાજપના આ ભરતી મેળાની શરૂઆત મુકુલ રોયથી જ થયેલી. ભાજપે તૃણમૂલ કૉંગ્રેસમાંથી સૌથી પહેલું મોટું માથું મુકુલ રોયનું જ ખેરવેલું. નવેમ્બર, ૨૦૧૭માં મુકુલ રોય તેમનાં લાંબા સમયનાં સાથી મમતાને છોડીને ભાજપની પંગતમાં બેસી ગયેલા. એ વખતે તેમણે મમતાને ગાળો આપેલી ને મોદીનાં ભારે વખાણ કરેલાં. મુકુલ રોયના પગલે પછી તો તૃણમૂલના નેતાઓની ભાજપમાં જવા લાઈન જ લાગી ગયેલી ને ચૂંટણીના મહિનાઓ પહેલાં શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા ત્યાં લગીમાં તો મમતાની નજીકના મોટા ભાગના નેતા ભાજપમાં પહોંચી ગયેલા.

યોગાનુયોગ હવે સાડા ત્રણ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર પછી મમતાનો સાથ છોડનારા મોટા ભાગના નેતા પસ્તાઈ રહ્યા છે ને મમતાને કાકલૂદી કરી રહ્યા છે કે, દીદી અમારા પર દયા કરીને અમને પાછા લઈ લો ને ‘ઘરવાપસી’ કરાવો. યોગાનુયોગ આ ‘ઘરવાપસી’ની શરૂઆત મુકુલ રોયથી જ થઈ છે. મમતા સૌથી પહેલાં મુકુલ રોય પર જ રીઝ્યાં છે ને બીજા બધાંને ટટળાવીને મુકુલને સૌથી પહેલાં પક્ષમાં પાછા લીધા છે. મુકુલ ભાજપમાં ગયા પછી તૃણમૂલમાંથી ભાજપમાં જનારા નેતાઓની લાઈન લાગી ગયેલી. હવે મુકુલે ‘ઘરવાપસી’ કરી છે ત્યારે ભાજપમાંથી તૃણમૂલમાં જવા માટે લાઈન લાગશે એવું લાગે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here