હળવદ બ્રાહ્મણી ડેમ સ્યુસાઇડ મામલે ૭ કલાક બાદ ફરીયાદ દાખલ

0
46પરીવારજનોએ લાશ સ્વિકાર કરવાનો ઈન્કાર કરતાં તંત્ર થયું દોડતું

બ્રાહ્મણી ડેમમાં પડેલા યુવાનને ધમકી આપી આત્મહત્યા તરફ દોર્યાનો પરીવારનો આક્ષેપ

હળવદના સુંદર ગઢ પાસે બ્રાહ્મણી-૨ ડેમ ઝંપલાવીને સાપકડા ગામના યુવાને આપઘાત કરી લેવાનો બનાવ બન્યો છે જેમાં મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ અને છેલ્લા કોલના આધારે ધમકીઓથી કંટાળીને પરિવારજનોએ જણાવ્યુ છે તો પોલીસ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મૃતકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરીવારજનોએ સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દેતાં મામલો ગરમાયો હતો જોકે સમગ્ર મામલો જોર પકડતાં મોરબી ડીવાયએસપી હળવદ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવતા અંતે લાશ સ્વિકારતા મામલો થાળે પડ્યો હતો.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાથી યુવાનની લાશ મળી છે અને જે યુવાનની લાશ મળી છે તે  સાપકડાના નિતીનભાઇ (ડીગા મહારાજ) યુવાને સુંદરગઢ ગામ નજીક પુલ પરથી બ્રાહ્મણી-૨ ડેમમા પડીને આપઘાત કરી લીધો હતો જ્યારે મૃતક નિતીનભાઇ (ડીગા મહારાજ) ઈન્દુભા પરમાર દ્વારા ધમકી દેવામાં આવતી હતી જેથી કંટાળીને તેને આત્મહત્યા કરી હોવાનો તેને મોબાઈલ સ્ટેટસમા રાખી સ્યુસાઇડ નોટમા ઉલ્લેખ કર્યો છે જ્યારે પોલીસ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી માટે મામલતદાર સમક્ષ સમગ્ર ઘટના રજુ કરવામાં આવી હતી પરંતુ પરીવારજનોએ ફરીયાદ દાખલ કરાય નહીં ત્યાં સુધી લાશ સ્વિકાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો જ્યારે મામલાની ગંભીરતાને પગલે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ હળવદ ખાતે દોડી આવ્યા હતા અને પરીવારજનો સાથે બેઠક કરી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી અને ફરીયાદ દાખલ કરવાની હૈયાધારણા આપી હતી અને ફરીયાદ દાખલ કરવામાં આવતા અંતે મૃતક નિતીનનો લાશને સ્વિકાર કરાયો હતો જોકે પોલીસ તંત્ર દ્વારા ૭ કલાક જેટલો સમય  ફરીયાદ લેવાથી અનેક સવાલો પણ ઉભા થયા છે એકબાજુ સ્યુસાઈડ નોટના આધારે પરીવારજનો છેલ્લા ૧૬ કલાકથી ભુખ્યા તરસ્યા શોધખોળ કરી અને પોલીસે  ફરીયાદ દાખલ કરવામાં સમય વેડફી નાખી પોલીસ આરોપીને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો.

વિશાલ જયસ્વાલ હળવદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here