હળવદના પંચાસરીમા વીજપોલનો ખેડુતોએ કર્યો વિરોધ

0
37હળવદથી સડલા ૨૨૦ કેવી જતાં વીજપોલનો વિરોધ

વીજપોલમા અધિકારીઓએ ૨૧ લાખનો કૌભાંડ આચર્યું : ખેડુતો

હળવદના રાણેકપર પંચાસરી વિસ્તારમાં ૨૨૦ કેવી વીજપોલના વળતર બાબતે ખેડુતોએ હલ્લાબોલ કર્યો હતો જેમાં ઉંભા પાકમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડુતોએ જેટકો કંપનીના અધિકારીઓ સમક્ષ મોરચો માંડ્યો હતો તો સાથે  સરકારી જમીનમાં વીજપોલ ઉંભા કરી ૨૧ લાખનો અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો જ્યારે પોલીસ કાફલા સાથે આવેલા જેટકો અધિકારીઓએ લેખિતમાં નુકસાન અંગે બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

હળવદમા વડોદરા લાકડીયા જતાં વીજપોલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યા આજે ફરી હળવદથી સડલા ૨૨૦ કેવી વિવાદ ઉભો થયો છે જેમાં પોલીસ અને એસઆરપી જવાનો સાથે આવેલા જેટકોના કર્મચારીઓનો સાથે વળતર બાબતે ઉગ્ર વિરોધ થયો હતો જેમાં ખેડુતોએ જણાવ્યું હતું કે હળવદથી સડલા જતાં ૨૨૦  કેવી વીજપોલનુ યોગ્ય વળતર અને લેખિતમાં બાહેધરીની ખેડુતો માંગ કરીએ છીએ અને જેટકો કંપનીના અધિકારીઓ ખેડુતોને દબાવી બળજબરીથી વીજપોલ ઉભા કરવાનો પ્રયત્ન કરે છે અને વળતર બાબતે કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી જેથી કરીને અમારી આજીવિકા સમાન જમીન ગુમાવવી પડે તેમ છે જેથી કરીને તંત્ર દ્વારા લેખિતમાં બાહેધરી આપે જેથી કરીને અમારી સલામતી રહી શકે તો સાથે ખેડુતોએ વળતર બાબતે ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અને સરકારી જમીનમાં વીજપોલ ઉભો કરી ૨૧ લાખનો કૌભાંડ આચરવામાં આવ્યો છે અને તેની વિજીલન્સમા તપાસ પણ માંગી છે જોકે આરોપમા અધિકારીએ જણાવ્યું હતું કે આરોપ પાયા વિહોણા છે અને ક્યાય ભ્રષ્ટાચાર થયો નથી.

વિશાલ જયસ્વાલ હળવદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here