ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા વઘઇ અને સુબીર ખાતે પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

0
48ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા સુબિર અને વઘઇ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખની આગેવાનીમાં આજરોજ રકરો દ્વારા પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ કરી રહેલાં બન્ને તાલુકામાં કોંગી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા..

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશ-રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે.જેમાં આજરોજ ડાંગ જિલ્લાનાં સુબિર અને વઘઇ તાલુકાનાં કોંગ્રેસ પાર્ટીનાં ચૂંટાયેલા આગેવાનોએ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈ સરકારનો વિરોધ કર્યો હતો. સરકારનાં દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે ગતરોજ ડાંગ કોંગ્રેસે આહવામાં આવેલ પેટ્રોલપંપ પાસે ભેગા થઈ સરકારનો વિરોધ કર્યો હતો. જ્યારે આજરોજ સુબિર અને વઘઇ તાલુકાનાં કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થિતમાં સુબિર ચાર રસ્તા તેમજ વઘઇમાં કોંગી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિવિધ પોસ્ટરો સાથે કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.સરકારની મોંઘવારીની નીતિ સામે કોંગ્રેસનાં કાર્યકરોએ નારાઓ બોલાવ્યા હતા.વઘઇ તાલુકા પંચાયતના વિરોધ પક્ષનાં નેતા પાંડુરંગભાઈ,જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ગીતાબેન મુકેશભાઈ પટેલ,યુવા કોંગ્રેસનાં આગેવાન તુષારભાઈ કામડી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી તરબેઝ સહિતનાં કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કર્યા હતા…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here