જીવદયા પ્રેમી સ્વ.દિલીપભાઇ વાઘેલાના પરિવારની વ્હારે આવતાં બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા

0
32અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે તાજેતરમાં વિજતારમાં ફસાઈને તરફડીયા મારતા કબૂતરને બચાવવા જતાં વીજ કરંટનો ઝટકો લાગતાં થાંભલા પરથી નીચે પટકાતાં છૂટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા આશરે ૩૫ વર્ષિય જીવદયા પ્રેમી યુવાન દિલીપભાઇ ગલબાભાઇ વાઘેલાનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું આ કરૂણ ઘટનાની જાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાને થતાં તેઓ આજરોજ સ્વ.દિલીપભાઇ ના ઘરે પહોંચી જીવદયા પ્રેમી સ્વ.દિલીપભાઇને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ સ્વ. દિલીપભાઇ વાઘેલાના પરિવારને સત્વનાં આપી સહાય પેટે ૧૧,૧૧૧/- રૂ. ચેક અર્પણ કર્યો હતો તેમજ સ્વ. દિલીપભાઇના પરિવારને આગળ પણ બાળકોને શિક્ષણ માટે તેમજ અન્ય જરૂરી સરકારી સહાય મળે તે માટે મદદની ખાત્રી આપી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here