નેત્રંગની ખ્યાતનામ સંસ્થામાં 16 વર્ષથી પણ વધારે સમયથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવાતા વિરોધનો વંટોળ.

0
62 

ઓનલાઈન શિક્ષણની કામગીરી રાબેતા મુજબ ચાલુ ન થસે તો વાલીઓ શાળાનો ઘેરાવો કરશે.

ત્રણ મહિના માનદ વેતન વીના પણ નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો છતા છૂટા કરી દીધા

નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષ પણ વધારે સમયથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી. જયારે બીજી તરફ વિધાર્થીઓનાં શિક્ષણ પર માઠી અસર થવાની ભીતિ પણ ઊભી થઈ હતી. શાળાના તમામ શિક્ષકોને એક ઝાટકે છૂટા કરી દેવામાં આવતા વિધાર્થીઓનું ઓન લાઈન શિક્ષણ ખોરંભે ચડશે એવું વાલી મંડળમાં ગણગણાટનો સુર ઊભો થયો છે.
સંસ્થા ના પ્રમુખ અને મંત્રી સાથે શુક્રવારે શિક્ષકોની મિટીંગ યોજાઈ હતી. જ્યાં શાળા પાસે ભંડોળ ન હોવાથી છુટા કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. નોટિસ આપ્યાં વીના 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યાં હતા. 16 વર્ષ ઉપરાંતથી સંસ્થા સાથે જોડાયેલાં હોવા છતાં નોટિસ આપ્યાં વિના છૂટા કરવાનો નિર્ણય લેવામા આવત સમગ્ર શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ .નેત્રંગ પથકમાં આટલી ખ્યાતનામ સંસ્થા આવી બે જવાબદારી ભર્યું આચરણ કરે એ બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
શિક્ષકોને છુટા કરવા બાબતનો પ્રશ્ન સંસ્થાના પ્રમુખ રોશન ભક્ત ને પૂછતાં શિક્ષકોને છુટા કરવાનો નિર્ણયનુ સમર્થન આપી સંસ્થાના હિત માટે કાળજી પૂર્વક આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here