જેતપુર સાડી ઉદ્યોગ નુ કેમીકલ યુક્ત પાણી પોરબંદર ના દરિયા મા ઠલવવા બાબતે ઉગ્ર વિરોધ.

0
54
જેતપુરના જે સાડી ઉદ્યોગનો ઝેરી કેમિકલ વાળો કદળો નીકળે છે, તે આ કેમિકલના કારણે જેતપુર જ નહીં પણ જેતપુર શહેર સાથેના તમામ ગ્રામ્ય વિસ્તાર ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, વિસાવદર અને જુનાગઢ સુધીના તળાવો,નદીઓ,ભૂગર્ભ-પાણીઓ આ તમામ તેમણે પ્રદુષિત કર્યા છે.

આ કેમિકલ વાળા પાણીને શુદ્ધ કરવાની રિ-સાયકલ કરવાની જરુર છે તેની જગ્યાએ રાજ્ય સરકાર લગભગ ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૫ કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે આ કદળો આ કેમિકલ વાળું પાણી છે તે પોરબંદરના દરિયાની અંદર નાખવાની યોજના બનાવી રહી છે.

આના કારણે રોજ ૮૦ કરોડ લીટર કેમિકલ એટલે કે રોજના ૮૦ હજાર ટેન્કર એ દારીયાની અંદર ઠેલાવવામાં આવશે. અને આખા વર્ષની અંદર ૩ કરોડ ટેન્કરનું પાણી થાય એટલું આ કેમિકલ વાળું પાણી દરિયામાં જવાનું છે.

કૉંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગોમાં આ જે પાઇપલાઇન યોજના છે તે સફળ થવા દેશે નહીં. આના કારણે દરિયાઇ જીવ સૃષ્ટિનો તો નાશ થશે જ પણ આજુ બાજુના ગામડાના લોકોનું જીવન પણ પ્રદુષિત થશે.

અમારી સરકારને એટલી જ માંગણી છે, કે જે ૭૦૦ કરોડના ખર્ચે પાઇપલાઇનને બદલે તે કેમિકલ વાળા પાણીને શુદ્ધિ-કરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવાય તેવો પ્રોજેક્ટ બનાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here