વઘઇ પોલીસની ટીમે બાઇક ચોરી જનાર ચોરને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો…

0
49ડાંગ:-મદન વૈષ્ણવ

ડાંગનાં પ્રવેશદ્વાર વઘઇથી ફોરેસ્ટ કર્મચારીની બાઈક ચોરી જનાર યુવકને વઘઇ પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો…

ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વારા વઘઇ ખાતે ગતરોજ અજાણ્યા ઈસમ દ્વારા Fz બાઇક ચોરી જતા ફોરેસ્ટ કર્મીએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વઘઇ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આજરોજ બાઇક ચોરી જનાર ઇસમની ગણતરીનાં કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી…
<span;>પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ગમનલાલ છોટુભાઈ ગરાસીયા નામનો ફોરેસ્ટ કર્મી પોતાની fz બાઇક.ન.જી.જે.18.સી.ક્યુ.7491 પર સવાર થઈ ચિકન લેવા માટે વઘઇ ઝાવડા રોડ પર ગયો હતો.અહી ફોરેસ્ટ કર્મીએ ચિકનનાં દુકાન નજીક બાઈકને પાર્ક કરી હતી.અહી ફોરેસ્ટ કર્મી ચિકનનાં દુકાનદાર સાથે વાતોમાં વ્યસ્ત રહેતા માર્ગની સાઈડમાંથી કોઈ અજાણ્યો ઈસમ દ્વારા આ બાઇકનું લોક તોડીને ચોરી કરી નાસી ગયો હતો.અહી આ ફોરેસ્ટ કર્મીની બાઇક અજાણ્યો ઈસમ ઉઠાવી લઈ જતા ત્યા હાજર લોકોએ બુમાબુમ કરી હતી.આ બનાવ બાબતે બાઈકનાં માલિક ગમનલાલ છોટુભાઈ ગરાસિયા દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.ડી.ડી.વસાવાએ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.તેવામાં આજરોજ વઘઇ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સાપુતારા તરફથી એક ઈસમ Fz બાઈક લઈ આવતા જેને બાઈક સાથે રોકી તપાસ હાથ ધરતા આ બાઇક વઘઇનાં ફોરેસ્ટ કર્મીની નીકળી હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે બાઈક ચોરી કરનાર સંદીપ અશોકભાઈ જાયભાયે.હાલ.રે ભેસ્તાન સુરત તથા મૂળ રે.મહારાષ્ટ્રનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here