બાંટવા નગરપાલિકા ખાતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવેલ

0
36બાંટવા નગરપાલિકા ખાતે સાંસદ  માનનીય રમેશભાઈ ધડુક સાહેબ ની ગ્રાન્ટ માંથી મળેલ નવી ઈકો (સી.એન.જી) એમ્બ્યુલન્સ નું માનનીય  રમેશભાઈ ધડુક સાહેબ તેમજ ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી  જવાહરભાઈ ચાવડા સાહેબ દવારા લોકાર્પણ કરવામાં આવેલ.

અને આ તકે બાંટવા નગરપાલિકાના ચીફાઓફિસર એમ.એમ વાઘેલા સાહેબ નગરપાલિકા ઉપપ્રમુખ  રાજકુમાર વાઘવાણી કારોબારી ચેરમેન  ભાયાભાઈ પરમાર તેમજ તમામ સાથી સદસ્યો અને નગરપાલિકા ના તમામ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને  મહામંત્રી અને  તમામ આગેવાનો તેમજ ગામ ના તમામ વેપારીઓ, આગેવાનો અને કાપડ એસોસીએસન ના પ્રમુખ કનુભાઈ આસવાણી,ડો સુરેજા સાહેબઅને  માણાવદર તાલુકા ના અને જિલ્લા ના આગેવાનો વગેરે ની વિષેશ ઉપસ્થિતિ માં કરવા માં આવેલ.

સાથેસાથે માનનીય કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સાહેબ ની ગ્રાન્ટ માં થી બાંટવા ગામ માં એક ઇન્દિરા નગર અને એક સોળ ઘરની ડેલી પાસે રેન બસેરા બનવા માટે પણ 10 લાખ ની ગ્રાન્ટ આપવા માં આવી આ તકે નગરપાલિકા દવારા બને મહાનુભવો નો આભાર માનવા માં આવેલ.

અને સુનિલભાઈ જેઠવાણી દ્વારા વરસો થી બાંટવા અમદાવાદ બસ નો પડતર પ્રશ્ન ની રજુઆત કરતા સ્થળ પર સંબધિત વિભાગ ના અધિકારી સાથે વાત કરી નિરાકરણ કરવામાં આવેલ અને આ બસ સોમવારે સવારે બાંટવા ૪:૦૦ વાગે ચાલુ થઈ જશે સાથે બાંટવા ના ઘણા પડતર પ્રશ્ર્નો જેવાકે રેલવેનીફરીથી શરૂ કરવાની- બાંટવા સ્મશાન ગૃહ ને નવીનીકરણ કરવા માટે ની ગ્રાન્ટ અને બાંટવા નગરપાલિકા વિસ્તાર માં નવું ફાયર ફાઇટર ફાળવા ની રજુઆત કરવામાં માં આવેલ જેનો આગામી સમય માં જલ્દી થી નિરાકરણ લાવસુ એવી સંસદ અને મંત્રી દવારા ખાત્રી આપવા માં આવી…

તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here