મેઘરજ તાલુકાના ગામડાઓમાં પશુના લીલા ઘાસચારા માટે બુલેટ ઘાસનો વ્યાપ વધવા લાગ્યો

0
56 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાના ગામડાઓમાં પશુના લીલા ઘાસચારા માટે બુલેટ ઘાસનો વ્યાપ વધવા લાગ્યો

બે થી ત્રણ મહિનામાં તૈયાર થતું ઘાસ એટલે બુલેટ ઘાસ

ઘાસચારા માટે બાજરી અને જુવાર ના બિયારણના ભાવ વધતા અપનાવી નવીન ખેતી

જગત નો તાત એટલે ખડૂત.ખેડૂત ધારે તે કરી શકે છે પણ આજના આ યુગમાં ખેડૂત પાસે પોતાની બુદ્ધિ તો છે એટલે જ તે અવનવી ખેતી તરફ વળતો હોય છે પરંતુ મોંઘવારી એટલી માજા મૂકી છે કે હવે બિયારણ ખરીદવું પણ મુશ્કેલ બને છે. આજે પશુના ઘાસ ચાળા માટે બાજરી તેમજ જુવાર પાક ઉઘાડતો હોય છે ખેડૂત એમાં પણ બાજરી અને જુવાર બિયારણના ભાવ પણ આસામને પોહ્ચ્યા છે ત્યારે હવે ખેડૂતે કરવું તો શું કરવું ઘાસ ચારો પણ માંઘો બન્યો છે ત્યારે વાત કરીએ તો ખેડૂત એ હવે પોતાના પશુપાલન ના ખોરાક માટે એક નવું તદ્દન સસ્તું અને લાંબો સમય ચાલે તેવા ઘાસની ખેતી તરફ વર્યો છે ત્યારે પશુના ઘાસચારા નું નામ છે બુલેટ ઘાસ જે સૌ પ્રથમ મહેસાણા અને બનાસકાંઠા વિસ્તારમાં વધુ જોવા મળતું પરંતુ હવે ધીરે ધીરે અરવલ્લી જિલ્લામાં આ બુલેટ ઘાસનો ક્રેઝ વધવા લાગ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામડાઓમાં બુલેટ ઘાસનો વ્યાપ વધવા લાગ્યો છે જેમાં વાત કરીએ તો મેઘરજ ના જીતપુર, રેલ્લાંવાડા, ઇસરી, તરકવાડા જેવા અનેક વિસ્તારમાં આજે પશુના લીલા ઘાસચારા તરીકે બુલેટ ઘાસનો વ્યાપ વધ્યો છે

બુલેટ ઘાસ એ પશુ માટેનો લીલો ઘાસચારો છે આ ઘાસ હંમેશા ભેજવારી જગ્યાએ ઝડપથી ઉગે છે સમયસર પાણી આપવાથી આ ઘાસ બે થી ત્રણ મહિનામાં તૈયાર થયી જાય છે એક વાર બુલેટ ઘાસ ઉગાડવામાં આવે અને એ ઘાસ તૈયાર થયી જાય પછી એજ ઘાસ ના સ્ટમ્પ એક બીજ તરીકે તૈયાર થયી જાય છે

સૌપ્રથમ બુલેટ ઘાસ ઉગાડવા માટે જ્યાં બુલેટ ઘાસ હોય અથવા કોઈ વેપાર કરતા હોય તેના ત્યાંથી બુલેટ ઘાસના સ્ટમ્પ (બે ગાંઠા હોય તેવા ) લાવાના હોય છે ત્યારબાદ ખેતરમાં ખેડ કરી કેટલાક અંતરે મોટા પાળ બનાવી એની અંદર આ બુલેટ ઘાસના સ્ટમ્પ લગાડવાના હોય છે જેમાં સ્ટમ્પનો એક ગાંઠો પાળ ની અંદર અને એક બહાર તેવી રીતે સ્ટમ્પ રોપવાના હોય છે પછી પાળ માં પાણી ભરવાનું હોય છે અને ભેજના કારણે ધીરે ધીરે સ્ટમ્પના અંકુર ફૂટવા લાગે છે એઠવાડિયામાં એક કે બે વાર પાણી આપવું પડતું હોય છે આમ બે થી ત્રણ મહિનામાં બુલેટ ઘાસના અંકુર ફૂટી પશુ માટેનો લીલો ઘાસચારો તૈયાર થયી જતો હોય છે આ ઘાસ જમીન થી 10 ફૂટ થી વધુ ઊંચાઈ સુધી વધે છે. કાપણી શરુ થયા બાદ આ ઘાસ ફરીથી તૈયાર થતું રહે છે અને આ ઘાસ એક વખત ઉગાડ્યા બાદ ત્રણ થી પાંચ વર્ષ સુધી કાપણી થયી શકે છે. આ ઘાસને વારંવાર પાણી આપવાથી સુકાતું નથી અને નવુજ કુંપર ફૂટતા ફરીથી ઘાસ તૈયાર થયી જાય છે જે પશુ ના ખોરાક માટે ફાયદા કારક છે અને પશુના લીલા ઘાસચારા માટે બીજા ઘાસની તુલના કરતા ફાયદા કારક સાબિત થયું છે માટે આજે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો જાળ અને બાજરીના પાકને પડતો મૂકી બુલેટ ઘાસ ઉગાડવા લાગ્યા છે એક સારી બાબત કહી શકાયLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here