સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે: ઈશુદાન

0
124દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નવરંગપુરા ખાતે નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે સર્કિટ હાઉસ પહોંચ્યાં હતા.આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.

કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઈશુદાન ગઢવીનું ટીવી ચેનલ માંથી રાજીનામુ અને સોશ્યલ મીડિયા ઉપર કરેલા કમ્પેઇન વચ્ચે સર્જાયેલા માહોલથી રાજ્યના રાજકારણમાં નવા બદલાવની શક્યતાઓ છે. પત્રકાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ રાજ્યમાં ગામે ગામ ચર્ચાતુ થયું છે.

પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here