ઇસુદાનભાઈ ગઢવીના આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામની પ્રતિક્રિયા

0
77દિલ્હી ખાતે કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું કાર્ય કરી રહી છે :- પ્રવીણ રામ

ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે એવી આશા :- પ્રવીણ રામ

          

         ઇસુદાન ગઢવીના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે , ઇસુદાન ગઢવીએ જ્યારે વિટીવી માંથી રાજીનામું આપ્યું ત્યારે લોકોમાં અનેક તર્ક વિતર્ક ઊભા થયા હતા પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા અને અરવિંદ કેજરીવાલ દ્વારા ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવ્યો ત્યારે રાજકારણ વધારે ગરમાયું છે,

         ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાતા આંદોલનકારી પ્રવીણભાઈ રામ દ્વારા પ્રતિક્રિયા આપતા ઇસુદાંનભાઈ ના આ નિર્ણયને પ્રવીણભાઈ રામ દ્વારા આવકારવામાં આવ્યો તેમજ વધુમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું કે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે એવી ગુજરાતના લોકોને અપેક્ષા છે,તેમજ વધુમાં પ્રવીણભાઈ રામ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે ઇસુદાન ભાઈ ગઢવીના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બનશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here