ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ સ્પર્ધા યોજાશે

0
39અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મોડાસા,સોમવાર- ભારત દેશના નાગરિકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાય રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૯ ઓગસ્ટ ૨૦૧૯થી ફીટ ઇન્ડિયા મુવમેન્ટ શરૂ કરી છે જેમાં “ હમ ફીટ તો ઇન્ડિયા ફીટ” ના સૂત્ર ને સાર્થક કરવા માટે રાજ્યના તમામ જિલ્લા-તાલુકા-શહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલો મંત્રાલય અંતર્ગત રમતગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફીટ ઇન્ડિયા મુવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ફીટ ઇન્ડિયા થીમ પર “ફીટનેશ કા ડોઝ – આધા ઘંટા રોજ”, ફીટ ઇન્ડિયા ક્વિઝ (જૂન-૨૦૨૧) અભિયાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ છે. જેમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને મળીને કુલ રૂ. ૩.૨૫ કરોડનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે
ફીટ ઇન્ડિયા ક્વિઝના ચાર રાઉન્ડમાં યોજવામાં આવશે. જેમાં શાળા કક્ષાના પ્રાંરભિક રાઉન્ડમાં વિદ્યાર્થીઓની ૦૧ જુલાઇ થી ૩૧ જુલાઇ ૨૦૨૧ નોંધણી શાળા દ્વારા હાથ ધરવામાં આવશે. જેમાં શાળા દિઠ મિનિમમ ૦૨ વિદ્યાર્થી હશે અને તેની રૂ. ૨૫૦ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, રજીસ્ટ્રેશન માટે લીંક https://fitindia.gov.in દ્વારા થઇ શકશે.
આ ક્વીઝ સ્પર્ધાના પ્રાંરભિક રાઉન્ડમાં રાષ્ટ્રીય પરિક્ષણ એજન્સી (NTA) દ્વારા ૧૩ ભાષાઓ પૈકી પસંદ કરેલ કોઇ ભાષામાં ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ઓનલાઇન લેવામાં આવશે.
પ્રાંરભિક રાઉન્ડ પછી ક્વોલિફાઇ થયેલ સ્કૂલોમાં ફીટ ઇન્ડિયા મિશન થકી દરેક રાજ્ય / કેન્દ્ર શાસિત કેન્દ્રો દ્વારા ૦૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન હાથ ધરવામાં આવશે. જયારે અંતિમ રાઉન્ડ જેમાં દરેક રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશની વિજેતા ટીમો વચ્ચે ૦૧ નવેમ્બર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન સ્પર્ધા યોજાશે એમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી;મોડાસા-જી અરવલ્લી ધ્વારા જણાવ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here