આમ આદમી પાર્ટી ગાંધીનગર દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર

0
46આમ આદમી પાર્ટી GJ 18 ગાંધીનગર મનપાના વોર્ડ નંબર બે ના ઉમેદવાર જય નવુજી વાઘેલા અને આપ ના યુવા ઉપપ્રમુખ રજત શર્મા દ્વારા આજરોજ પેથાપુર ગામને હોસ્પિટલ અને સ્વાસ્થ્ય ની પાયાની સુવિધાઓ ઉભી કરવા બાબતે અને બસની સર્વિસ ઘર આંગણે મળી રહે તે ઉદ્દેશથી ગાંધીનગર નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા.
જેની. વિગતવાર માહિતી જોઈએ તો


1) પેથાપુર ખાતે સરકારી દવાખાનું અસ્તિત્વ માં છે પરંતુ સમય કારે તેનું નવીનીકરણ ન થવાને કારણે આજે ખંડેર હાલતમાં છે જેનો કોઈ પણ ઉપયોગ થતો નથી જો કદાચ આને રીનોવેશન કરીને તાત્કાલિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવે તો પેથાપુર ની આજુબાજુ ની લગભગ ૩૫ હજાર જેટલી વસ્તી તેનો લાભ લઈ શકે છે અને આવનારી કોરોના મહામારી ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારી થઇ શકે છે.સાથે પેથાપુર ગામવાસીઓ અને આજુબાજુ રહેતા વસાહતીઓ અને નાગરિકોને તેની પાયાની સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી.
2) બીજી રજૂઆતમાં એવી કરવામાં આવી કે ગાંધીનગર મ્યુનિસિપાલટી નો વિસ્તાર વધારવામાં આવ્યો છે જેમાં પેથાપુર અને રાંધેજા નો સમાવેશ કરવામાં આવ્યો. મુસાફર અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતીકે હાલ એસ.ટી.નિગમની શહેરી બસ સર્વિસના સેક્ટર 28 29 સુધી સીમિત છે જો તે રૂટની બસ ને ૩ કિલોમીટર સુધી પેથાપુર અને રાંધેજા જેવા વિસ્તારો સુઘી લંબાવી શહેરી એસ.ટી. બસ સર્વિસનો લાભ આપવામાં આવે તો ઘણા નાગરિકો અને સામાન્ય માણસોને રાહત થાય તેમ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here