વઘઇ તાલુકાનાં ઝાવડા ગામે બી.એસ.એન.એલ નેટવર્ક સમસ્યા બાબતે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

0
52ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામે બી.એસ.એન.એલ નેટવર્ક સમસ્યા બાબતે ગ્રામજનો સહિત શાળા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામમાં અઢી હજારની વસ્તી આવેલ છે.આ ઝાવડા ગામમાં પ્રાથમિક, માધ્યમિક,પી.એચ.સી સેન્ટર સહિત સસ્તા અનાજની દુકાનો આવેલ છે.આ તમામ ઓફીસનાં કર્મી સહિત વિદ્યાર્થીઓ બી.એસ.એન.એલ નેટવર્ક સમસ્યાથી ત્રસ્ત બન્યા છે.ઝાવડા ગામમાં નેટવર્કથી ત્રસ્ત થઈ શાળાનાં કર્મચારીઓ સહિત ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતુ.ગ્રામજનો અને કર્મચારીઓનાં જણાવ્યા અનુસાર આ ગામમાં બી.એસ.એન.એલનું 3જી નેટવર્ક હોવા છતાંય ઈન્ટરનેટ ચાલતુ નથી.વધુમાં સરકારની વેબસાઈટ ચલાવવી મુશ્કેલ બની ગયુ છે.તેમજ ફોન કોલ્સ પણ લાગતા નથી.અહી બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવુ મુશ્કેલ બન્યુ છે. ત્યારે ગ્રામજનો તેમજ શાળાનાં કર્મચારીઓએ આજરોજ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી આ ગામમાં 3જી માંથી 4જી  નેટવર્ક કરવા માટે રજુઆત કરી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here