મોરબી શહેર જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ દંડ ની પ્રક્રિયા બંધ ક્યારે?

0
73“હાલ કોરોના હળવો પડયો હોય છતાં પોલીસને ટાર્ગેટ પૂરો કરવા માટે દંડ ફટકારી પ્રજાને પડ્યા પર પાટું મારવાનું બંધ કરો”

મોરબી: હાલ કોરોના સમગ્ર દેશ સહિત ગુજરાતમાં હળવો પડયો હોય જેના અનુસંધાને નાના-મોટા ધંધા-રોજગાર ને સરકારી ગાઈડલાઈન્સ મુજબ લોક ડાઉન સમય મર્યાદિત ખોલવામાં આવ્યું હોય જેથી નાના-મોટા ધંધા-રોજગાર થોડા ઘણા અર્થે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ધંધા વેપાર શરૂ શરૂ કર્યા છે જેથી આ કારમી મોંઘવારી અને મંદીમાં પણ પોતે અને પોતાના પરિવારો રહે તેવા પ્રયાસો સામાન્ય પ્રજા કરી રહી છે એવા સમયે મોરબી શહેર જિલ્લામાં કોરોના અંતર્ગત પરીપત્રો ને ધ્યાને રાખીને પોલીસે દંડ પ્રક્રિયામાં તેજ રફતાર પકડી હોય તેમ જાહેરનામાનો ભંગ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક દંડ ફટકારીને મતદાર પ્રજાને પડ્યા પર પાટું મારી આ સન્માન કાર્ય પ્રધ્ધતિ બંધ કરવામાં રાજકીય નેતાઓ કે અગ્રણીઓ આગેવાનો નિષ્ફળ નીવડયા હોય તેમ સમગ્ર મોરબી જિલ્લા મા ભોગ બનનાર પ્રજા અનુભવી રહી છે.

લોક ડાઉન અંતર્ગત મોટાભાગના ધંધા-રોજગાર મંદી મોંઘવારી ની ઝપટમાં આવી ગયા છે અને હાલ કોરોના મહામારી હળવી પડેલ હોય છતા પોલીસ તંત્ર તકવાદી નેતાઓની કઠપૂતળી બનીને ટાર્ગેટ પુરો કરવામાં વ્યસ્ત હોય તેમ ફરજ ના ભાગે જાહેરનામાનો ભંગ નો દંડ ફટકારી લોકોમાં પોલીસ ની પ્રતીક્ષા ઈમેજ નબડી દ્રષ્ટિએ હાલ મોરબી શહેર જિલ્લામાં આમ પ્રજામાં રહી છે કારણકે મોરબી શહેર જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડાઓ કાયમી અખબારોના સમાચાર બને છે છતાં દારૂના દૂષણ નષ્ટ થતું નથી જ્યારે મધ્યમ ગરીબ વર્ગના લોકોને ટાર્ગેટ પૂરો કરવા માટે જાણે પોલીસે પ્રજા રક્ષકની બદલે નેતાઓના રક્ષક ની ઓળખ આપતા હોય તેમ મોટાભાગની મોરબી જિલ્લાની પ્રજા મેસેજ કરી રહી છે.

તાજેતરમાં જ મોરબી જિલ્લામાં ૨૩ જેટલા વ્યક્તિઓને જાહેરનામા ભંગ દંડ ફટકારી પોલીસે બહાદુરીનો ઓડકાર લીધો હોય તેમ અખબારોના સમાચાર બન્યા છે અત્રે નોંધનીય છે કે હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના હળવો પડયો છે ત્યારે મતદાર પ્રજાને જનજાગૃતિ અભિયાન કાર્યક્રમો આપી લોકોમાં જાગૃતિ લાવવી સરકારની ગાઈડલાઈન્સ મુજબ લોકો સાવચેત રહી પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ એ પણ એક પ્રજાહિત રાષ્ટ્રીય હિત કાર્ય છે એ પોલીસ તંત્રે અને વિકાસલક્ષી સરકાર એ ભૂલવું ન જોઈએLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here