ગરબાડા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ને આવેદન આપવામાં આવ્યું

0
49ગરબાડા તાલુકામા વિવિધ યોજનાઓ જેવી કે સામુહિક કે વ્યક્તિગત વિકાસની યોજના ઓ સરકારશ્રી તરફથી ચાલે છે આ યોજનાનો લાભ ગરીબ આદિવાસી છેવાડાના લાભાર્થીને મળતો નથી અને આ યોજનાની જાણકારી પણ આપવામા આવતી નથી કોઇ યોજનાનો લાભ ગરીબ અરજદાર મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓની પાસેથી દરેક શાખાના ટેબલો ઉપર લાંચ ની માંગણી કરવામાં આવે છે ત્યાર પછી જે તે ટેબલ વાળા કામગીરી હાથ ઉપર લે છે કામગીરી માટે જે તે ટેબલ ના કર્મચારી નાણાં જાતે સ્વિકારતા નથી પણ તેઓના દલાલો મારફતે નાણાં ઉઘરાવવામાં આવે છે કોઇ અરજદાર કે લાભાર્થી ને નાણાં આપવાની સગવડ ન હોય તો તેઓને વ્યક્તિગત લાભ આપવામા આવતો નથી જેના કારણે સરકારની ગરીબ લોકોના વિકાસ ની યોજનાથી વંચિત રહી જાય છે
સમુહિક યોજના હેઠળ ગામડા ના વિકાસની યોજનાઓ જેવા કે રસ્તા ,ચેકડેમ,આર સી સી રસ્તાઓ સરકારી મકાનોના કામ દરેક ટેબલો પર કામો મા ટકાવારી લેવામા આવે છે
કેટલીક ગ્રામ પંચાયત મા સમાન્ય મિટિંગ બોલાવવામા આવતો નથી બારોબાર સરપંચો ઠરાવ મંજુર થયા પછી તલાટી અને સરપંચ મળી મન ફાવે તેમ લોકો ઉપયોગ માટે સામુહિક વિકાસ ના કામો કરવામાં આવે છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આમ કરી સરકારના એટલે કે પ્રજાના નાણાં (પ્રજા ના ટેક્સ ના નાણાં)બારોબાર કાગળો ઉપર બરાબર બતાવી સરકારી અધિકારીઓ તથા પદા અધિકારીઓ તથા રાજકિય નેતાઓની મિલીભગત થી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે

ગરબાડા તાલુકા મા એન.આર.જી શાખા ઘણો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેમ કે વિકાસ ના કોઇપણ કામની કામગીરી માણસો ની જગ્યાઍ મસિનરિ થી કરી ગામમાં ગામ લોકો પાસેથી જોબ કાર્ડ લઇ ખોટી હાજરી પત્રકો મા ભરવામાં આવે છે તેમજ જોબ કાર્ડ ધારકોના બેંક ના ખાતા નંબર મેળવી એન.આર.જી શાખા ના કર્મચારીઓના મેળા પાણી થી આ ખાતામાં નાખવા મા આવતા નાણાં બારોબાર ઉપાડી ભ્રષ્ટાચાર કરવામા આવી રહ્યો છે તે ભ્રષ્ટાચાર ને કાયમી બંધ થાય તેવા આક્ષેપો સાથે ગરબાડા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોરધનભાઈ મંડોડ તેમજ પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ગરબાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here